Tuesday, December 3, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૩૦ મે થી ૩૦ જુન સુધી...

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૩૦ મે થી ૩૦ જુન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમ યોજાશે

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૩૦ મે થી ૩૦ જુન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમ યોજાશે.

તા. ૩૦ મે, ૨૦૨૩ ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર અને ૯ વર્ષ પુર્ણ કરી રહી છે. આ પ્રસંગે ૩૦ મે ૨૦૨૩ થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવશે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવશે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગરીબ, શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત છે. જ્યારે દેશનું ગૌરવ વિશ્વ કક્ષાએ સતત વધી રહ્યુ છે, તે સમયે ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રાથમિકતાના આધારે પ્રસ્થાપિત થતો આપણે સૌ જોઈ રહ્યા છીએ, આધારભુત માળખાને મજબુત કરીને નવા ભારતના સ્વપનને સાકાર કરી રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત આખા દેશમાં વ્યાપક જનસંપર્ક, લાભાર્થી સંપર્ક, સમાજના વિવિધ વર્ગો સાથે સંપર્ક, વરિષ્ઠ કાર્યકર્તા સંપર્ક વગેરે જેવા લોકસભા, વિધાનસભા અને બુથ સ્તરના કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે, જેના માધ્યમથી ‘મોદી સરકાર’ની નીતિઓ અને ઉપલબ્ધિઓને જનતા સુધી પહોચાડવામાં આવશે જે અભિયાન અંતર્ગત તારીખ ૧ જુન થી ૮ જુન દરેક વિધાનસભા મત વિસ્તારના પ્રભાવશાળી વ્યક્તિઓ/ વિશિષ્ટ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે.

૧ જુન થી ૨૦ જૂન વિકાસ તીર્થ જે વિસ્તારોમાં વિકાસ કાર્ય થઈ રહ્યા અને થઈ ગયા છે તે સ્થાનોની મુલાકાત થશે અને પ્રજા સાથે સંવાદ થશે, ૧૦ જુન થી ૧૧ જુન વેપારી સંમેલન, ૧૫ જુન વિશાળ જાહેરસભા,
૧૬ જુન પ્રબુધ્ધ સંમેલન, ૧૮ જુનસંયુક્ત મોરચા સંમેલન, ૧૯ જુન થી ૨૨ જુન લાભાર્થી સંમેલન, જુન ૨૧ યોગ દિવસ, ૨૩ જુન વડાપ્રધાન સાથે VC, ૨૩ જુન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાથે VC, વરિષ્ઠ કાર્યકર્તાઓની સાથે ભોજન તથા વાર્તાલાપ, ઘર ઘર સંપર્ક, ૨૫ જુન, રવિવારે “મન કી બાત” તેમજ આપાતકાલિન દિનના કાર્યક્રમ બાદ ૬ દિવસીય ઘર ઘર જનસંપર્ક કાર્યક્રમનો પ્રારંભ થશે. આ કાર્યક્રમ થકી લોકોને સરકારનું માત્ર ઉપલબ્ધિઓ નહિ પરંતુ યોજનાઓને લોકો સુધી પહોચાડવાનો હેતુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments