Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ માટે ગર્વની વાત IPS ધ્રુમન નીંબાળેએ આંતરરાષ્ટ્રીય પરિષદમાં કર્યું દેશનું પ્રતિનિધિત્વ

દાહોદ માટે ગર્વની વાત IPS ધ્રુમન નીંબાળેએ આંતરરાષ્ટ્રીય પરિષદમાં કર્યું દેશનું પ્રતિનિધિત્વ

૧૯૪૬ ની ૨ જુને જેની શોધ અને સ્થાપના થયેલી તેવા યુરોપિયન દેશ ઈટલીમાં “સ્થાપના દિન” ની ઉજવણીના દિવસો દરમ્યાન જ “આતંકવાદ અને અનૈતિક તોડફોડનો સામનો કરવા” સંદર્ભે તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મૂળ દાહોદના યુવાન IPS ઓફિસરને મળી હતી.

સને ૨૦૧૦ માં ભારતભરના ૪.૫૦ લાખ વિદ્યાર્થીઓ પૈકી માત્ર ૮૮૯ (જેમાં પણ ગુજરાતના તો વળી માત્ર ૧૪ જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા) સદ્દનસીબોમાં ભારતભરમાં ૩૦૦ મો રેન્ક ધરાવી ખૂબ અઘરા ટાસ્કને જ્વલંત સફળતા મેળવી ઉત્તીર્ણ કરનાર મૂળ દાહોદના પ્રથમ IPS એવા ધ્રુમન નિંબાળેએ આ પરિષદમાં ભાગ લઈને દાહોદનું નામ ઉજ્જ્વળ કર્યું છે.

ઉત્તર ભારતમાં ગુજરાતના પ્રથમ અને એક માત્ર IPS ઓફિસર તરીકે ધ્રુમન નિંબાળે પંજાબના તરન તારણ, મોગા, મુક્તસર અને હોંશિયારપુર ખાતે SSP તરીકે ફરજનિયુક્ત રહ્યા છે અને પંજાબ પોલીસમાં ફરજ દરમિયાન તેઓને છ જેટલી કમાન્ડેશન DGP ડિસ્કનું ઉચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે જે પંજાબ પોલીસ માટે એક નવતર કીર્તિમાન પણ રહ્યો છે. દેશની આંતરિક સુરક્ષાની અગ્રીમ સંસ્થા અને ખૂબ જ પ્રતિષ્ઠિત એવી NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) માં જુલાઈ ૨૦૨૨ થી નિયુક્ત થયાં છે. દાહોદના આવા પનોતા પુત્ર IPS ધ્રુમન નિંબાળેએ દેશના પ્રતિનિધિ તરીકે સહભાગી થઈ, સમગ્ર વિશ્વના ૨૧ સહભાગી દેશોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાની આ ગૌરવવંતી તકને ઝડપીને આતંકવાદ અને અનૈતિક તોડફોડનો સામનો કરવા સંદર્ભે આયોજિત વિષય ઉપર સબળ રજુઆત કરી પોતાની સહભાગિતાને સાર્થક પુરવાર કરી હતી.

દાહોદ નગર પાલિકાના પૂર્વ કાઉન્સિલર અશોકભાઈ (રાવ) નિંબાળેના સુપુત્ર એવા IPS ધ્રુમન નિંબાળેને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments