એક જાગૃત નાગરિક એ દાહોદ ખાતે જમીનની ખરીદી કરી રજિસ્ટ્રી કરાવેલ હતી અને આ જમીન અંગે રેવન્યુ રેકોર્ડમાં ચડાવવા માટે અરજી કરેલ હતી. જે રેવન્યુ રેકર્ડમાં ચડાવવા માટે ઉપરોક્ત ખાનગી વ્યક્તિ દ્વારા આ કામના દાહોદ મામલતદાર દિનેશભાઇ નગીનભાઈ પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) અદનાન ઝોહર વોરાએ પ્રથમ ₹.૭૫૦૦૦/- સ્વીકારી અને પછી બાકીના ₹. ૫૧,૦૦૦/- લાંચમાં આપવાનું નક્કી કરેલ જે પેટે ગઈ તા.૧૨/૧૦/૨૦૧૮ શુક્રવારના રોજ ₹. ૨૦,૦૦૦/- બેંક એકાઉન્ટમાં આપવાનું કહેતા ફરિયાદીએ બેન્કમાં જમા કરાવેલ અને બાકીના ₹. ૩૧,૦૦૦/- ગત રોજ તા.૧૫/૧૦/૨૦૧૮ સોમવારે દાહોદ મામલતદાર ડી.એન.પટેલનાઓએ કોમ્પ્યુટર ઓપરેટટ અદનાન વોરા સાથે વાતચીત કરી એકબીજાના મેળાપીપણામાં મામલતદાર ઓફીસ ખાતે જ લાંચના નાણાં ₹. ૩૧,૦૦૦/- ની માંગણી કરી હતી અને સ્વીકારી લીધા હતા જે મામલે ACB ના ટ્રેપિંગ કરનાર અધિકારી P. I. ડી.વી.પ્રસાદ, ACB પો.સ્ટે. ગાંધીનગર તથા ટીમ તથા અમદાવાદ શહેર ACB પો. સ્ટે. સ્ટાફ ના હાથે રંગે હાથે ઝડપાઇ ગયા હતા અને આ સમગ્ર કેસનું સફળ સંચાલન સુપર વિઝન અધિકારી એન. ડી.ચૌહાણ મદદનીશ નિયામક, ઇન્ટે. ફિલ્ડ-૩, અમદાવાદ દ્વારા કરાયું હતું.
નોંધ – હાલમાં દાહોદ મામલતદાર ઓફીસ ને ACB દ્વારા સીલ મારી દેવાયું છે અને અગ્રીમ તાપસ શરૂ કરી છે.