દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ શહેરના મુ વાગે રોડ ખાતે આવેલ મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું. આ કાર્યક્રમનુંં ઉદ્દઘાટન રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર તથા રાજ્ય પશુપાલન મંત્રી બચુભાઇ ખાબડે કર્યું હતું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં બજેટમાં આ યોજનાનો સમાવેશ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
આ યોજના મુજબ ખેડૂતોને દર વર્ષે ₹.6000/- એક ખેડૂતને આપવામાં આવશે અને તેના નિયમો સરકારે નક્કી કર્યા છે જેમાં જે ખેડૂત પાસે 5 એકકર સુધી જગ્યા હશે તેને આ લાભ મળશે અને સરકારની માહિતી અનુસાર આ યોજનાથી દર વર્ષે ખેડૂતોને ₹.75,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. અને આજે દાહોદના દોઢ લાખ ખેડુતોના ખાતામાં ₹.2,000 લેખે ₹.30 કરોડ રૂપિયા પ્રધાન મંત્રીએ ગોરખપુર થી આ યોજનું ઉદ્ઘાટન કરતા રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા હતા અને એટલે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આર્શીવાદ સમાન છે. અને આ લાભ ખેેડૂતોને દર વર્ષે મળશે.