દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજ રોજ તા.૨૪/૧૦/૨૦૧૮ ના રોજ દાહોદ મેઢ ક્ષત્રિય સુવર્ણ કાર સમાજ દ્વારા શ્રી અજમીઢજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા પુરુષો મહિલાઓ તથા બાળ ગોપાલ સર્વે આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા એમ.જી.રોડ મેઢ ક્ષત્રિય સોની સમાજની વાડી થી ગાંધી ચોક, દોલત ગંજ બજાર થઈ ગૌશાળા, રળીયાતી રોડ થઈ રાધે ગાર્ડન પહોંચી હતી. રાધે ગાર્ડન ખાતે સમગ્ર સુવર્ણા સમાજના મહિલાઓ તથા બાળ ગોપાલ દ્વારા ભવ્ય રંગારંગ કાર્યક્રમ ગરબા તેમજશ્રી અજમીઢજીની આરતી ઉતરવામાં આવી હતી ત્યારબાદ ભોજન પ્રસાદી નું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. અને છેલ્લે આશો ની રઢિયાળી રાતે શરદપૂનમના તહેવાર નિમિત્તે દુધ પૌંવાના પ્રસાદનું પણ આયોજન કર્યું હતું.