દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે રાત્રી બજાર પાછળ આવેલ “માં ભારતી ઉદ્યાન” માં કોઈ સનકી વ્યક્તિએ બધાજ બેસવાના બાકડા તોડી ગયેલ, આ ઉદ્યાનમાં લોકો સવારે ચાલવા આવે ત્યારે સિનિયર સીટીઝન જ્યારે ચાલીને થકી જાય ત્યારે આ જ બાકડાઓ ઉપર બેસે. ગામના મોટા ભાગના લોકો અહી જ સવારે મોર્નિંગ વોક માટે આવે છે. તો શું આ કોઈ ષડયંત્ર છે ? કે પછી જાણી જોઈને કોઈકે આવું કર્યું. શુ આ ઉદ્યાનમાં ચોકીદાર નથી? અને જો છે તો તે ક્યાં હતો? પાલિકાના સત્તાધીશો શું આ બાબતે કોઈ તપાસ કરાવશે ખરા? પોલીસ ફરિયાદ કરી ? જો ફરિયાદ કરી હશે તો પગલાં લેશે કે કેમ? આ એક વિકટ પ્રશ્ન છે.
આજે સવારમાં લોકો મોર્નિંગ વોકમાં ગયા તો સૌ ચોકી ગયા. બધા બાંકડા લાઇન સર તૂટેલા હતા, એક પણ બાકડો સાજો હતો નહીં. આ કોને કર્યું હશે તે લોકચર્ચાનો વિષય બનીને સામે આવ્યો છે.