દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારમા જેકોટ ગામે ઇન્દોર – અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપરથી બંધ બોડીની પીકઅપ ગાડીમા વેફરના બોક્ષની આડમા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ – ૨૧૬૦ ની કુલ કિ.₹.૨,૮૪,૪૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ફેરાફેરીમાં ઉપયોગમા લીધેલ બંધ બોડીની પીકઅપ ગાડી, મોબાઈલ ફોન – ૧, વેફરના બોક્ષ નંગ – ૧૫ મળી કુલ કિ.₹.૭,૮૪,૬૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા દાહોદનાઓએ જિલ્લામાં પ્રોહીની અસામાજીક પ્રવૃતીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી / પરીવહન કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારુ એલ.સી.બી. ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમો પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતી.
દરમ્યાન P.I. એસ.એમ. ગામેતી L.C.B. નાઓની સુચના મુજબ ગઇકાલ P.I. ડી.આર. બારૈયા તથા P.I. એસ.જે. રાઠોડ તથા P.S.I. આર.જે. ગામીત તથા L.C.B. ટીમ દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા નિકળેલ તે દરમ્યાન મોજે.જેકોટ ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ ઉપર એક બંધ બોડીનું બોલેરો પીકઅપ નંબર જીજે.૨૩.એટી.૫૪૩૨ નું એમ.પી. તરફથી આવતા રસ્તે આવેલ જેમા કોઇ શંકાસ્પદ મુદ્દામાલ લઈ જતા હોવાની શંકા જતા સદર પીકઅપ ચાલકને ગાડી ઉભી રખાવી ગાડીમા શું ભરેલ છે. તે બાબતે પુછતા ગલ્લા તલ્લા કરવા લાગેલ હોય સાચી હકિકત નહી જણાવતો હોવાનું જણાતા તેના ઉપર વધુ શંકા ગયેલ અને રાતનો સમય હોય તથા જાહેર રસ્તો હોય સદર જગ્યાએ પીકઅપ ગાડી ખોલી શકાય તેમ ન હોય ડ્રાઇવરને જે તે સ્થિતીમા તેના બંધ બોડીનાં બોલેરો પીકઅપ સાથે લઇ દાહોદ એલ.સી.બી. કચેરી લાવી સદર ઇસમને સાથે રાખી તપાસ કરતા વેફરના બોક્ષ ભરેલ જણાઈ આવેલ જે બહાર કાઢી જોતા પીકઅપનો ભાગ નાનો જણાઈ આવતા પકડાયેલ ડ્રાઇવરની પૂછપરછ કરતા ચોરખાનુ બનાવી તેમા દારુ ભરી લાવેલ હોવાની હકિકત જણાવેલ જે આધારે તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો મળી આવતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહીબિશનનો ગુનો રજી.કરાવેલ આરોપી પીરમોહમ્મદ નુરમોહમ્મદ મકરાણી ઉવ.૪૩ ધંધો. ડ્રાઈવિંગ રહે.થાના ફળીયુ, વાવ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) ને પકડી સારી કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓમાં (૧) P.I. એસ.એમ. ગામેતી, (૨) P.I. ડી.આર. બારૈયા, (3) P.I. એસ.જે. રાઠોડ, (૪) P.S.I. આર.જે. ગામીત, (૫) ASI રવિન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, (૬) ASI ભરતભાઈ સોમાભાઈ, (૭) HC રિકેશભાઈ ચીમનભાઈ, (૮) HC હરપાલસિંહ નટવરસિંહ, (૯) HC સરદારભાઇ શનાભાઈ, (૧૦) PC મહેશભાઈ તોફાનભાઈ, (૧૧) PC રવિન્દ્રભાઈ દિલીપભાઈ, (૧૨) PC મિલનસિંહ વનરજસિંહ તથા (૧૩) PC ભરતજી મેતાજી તમામ એલ.સી.બી.દાહોદ. નાઓએ આરોપીને પકડી પાડેલ.
આમ, દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારમા જેકોટ ગામે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપરથી બંધ બોડીની પીકઅપ ગાડીમા વેફરના બોક્ષની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૨૧૬૦ ની કુલ કિ.રૂ.૨,૮૪,૪૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ફેરાફેરીમા ઉપયોગમા લીધેલ બંધ બોડીની પીકઅપ ગાડી, મોબાઇલ ફોન-૦૧, વેફરના બોક્ષ નંગ-૧૫ મળી કુલ કિ.રૂ.૭,૮૪,૬૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.