PRAVIN PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રેલ્વે સ્ટેશને તા.૧૭/૦૩/૨૦૧૮ ના રોજ ડયુટી સ્ટાફ પર હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ પાલ હતા તે સમયે રાત્રીના ૧૨:૦૦ કલાકે CCTV ફૂટેજના માધ્યમથી ગોધરા સાઈડના પ્લેટફોર્મ નંબર ૨ – ૩ પર ખાલી સાઈડમાં ચેક કરતા વિમલ ગુટખાના થેલાઓની સાથે ત્રણ-ચાર છોકરાઓ સંદિગ્ધ હાલતમાં દેખાયા હતા ત્યારે ત્યાં ASI સુરેશચંદ્ર જાટ સાથે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ગયા અને ત્યાં જઈને દેખ્યુ તો છોકરાઓ હતા નહીં પરંતુ તેમના વિમલ ગુટખાના થેલા ત્યાજ મૂકેલા હતા તે છોકરાઓ RPFને આવતા દેખી ભાગી ગયા હતાં. આ છોકરાઓ પાછળ હેડ કોન્સ્ટેબલ દોડીને તેમને પકડવા ગયાં પરંતુ તેઓ ભાગીને નાસી ગયા હતા. ત્યારબાદ રાત્રે ૦૩:૦૦ વાગ્યા સુધી તેમના પર ગુપ્ત દેખરેખ રાખી હતી પરંતુ તે છોકરાઓ દેખાયા ન હતા ત્યારબાદ તેઓના આ ૭ થેલા ઉઠાવીને રેલ્વે પોલીસ સ્ટેશન લાવ્યા અને તે થેલાઓ ખોલી ચેક કરતા તેનામાં એક થેલામાં 79, બીજા થેલામાં 51, ત્રીજા થેલામાં 63, ચોથા થેલામાં 58, પાંચમાં થેલામાં 67, છઠ્ઠા થેલામાં 73, અને સાતમાં થેલામાં 70નંગ મળી કુલ સાત વિમાલના થેલામાં 461 નંગ 180 ML વહીસ્કીના ક્વાટર મળ્યા હતા. આ બાબતે ASI સુરેશચંદ્ર જાટ દ્વારા તુરંત કાર્યવાહી કરી GRP દાહોદને આ ઉપરોક્ત તમામ સાત વિમાલના થેલા સાથે કુલ 461 નંગ વહીસ્કિ ના ક્વાર્ટર જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.