Keyur Parmar – Dahod
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે વર્ષોથી વિલંબિત પડેલી લોકોની માંગણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીના રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી જસવંતસિંહ ના પ્રયાસો અને પ્રયત્નો થી દાહોદ ગોદી રોડ તરફ રેલ્વે સ્ટેશન દાહોદના બીજા એન્ટ્રી ગેટ અને ટિકીટ કાઉન્ટર તેમજ ફૂટઓવર નું આજે ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાત મુહૂર્ત જસવંતસિંહ ભાભોરના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે આ કાર્યક્રમમાં ગુજરાત એસટી નિગમ ના ડિરેકટર સુધીરભાઈ લાલપુરવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી દીપેશ લાલપુરવાલા, દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશન બચ્ચાની, દાહોદ શહેર પ્રભારી ગોપી દેસાઈ, એ.પી એમ.સી. ના વાઇસ ચેરમેન કમલેશ રાઠી અને રેલવેના સી.ડબ્લ્યૂ.એમ. તેમજ અન્ય કર્મચારીઓ સ્ટેશન ઇન્ચાર્જ અને દાહોદ નગર પાલિકા ગોદી રોડ વિસ્તારના કાઉન્સિલર તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો અને ગામના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ એ કહ્યું કે વર્ષોથી કોંગ્રેસના સમયથી ગોદી રોડ અને દાહોદના નાગરિકોની આ માંગણી પડતર હતી અને અમે એને રેલવે સુધી પહોંચાડી અને ટૂંક જ સમયમાં આ કાર્યની મંજૂરી મેળવી લીધી. હું કેન્દ્રની આપણી નરેન્દ્રભાઈ મોદીની સરકારનો આભાર માનુ છું અને સાથે સાથે માટે હું દાહોદના તમામ પત્રકારોનો પણ આભાર માંનુ છું કે તેઓ પણ વારંવાર લોકોની રજુઆત લઇ અને અમે એને પણ ધ્યાને લીધી હતી અને આવનારા દિવસમાં હજી વધુ ડેવલપમેન્ટ બાકી છે અને જે વસ્તુની જરૂરિયાત છે તેવી વસ્તુઓનું પણ અમે કાર્ય ટૂંકમાં જ આરંભ કરીશું,
બાઈટ – જસવંતસિંહ ભાભોર – રાજ્ય કક્ષા ના કેન્દ્રીય આદિજાતિ મંત્રી