દાહોદ રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 3 પર ચાલુ ટ્રેન માંથી યુવાનનું પગ લપસતા યુવાન રેલ્વે ટ્રેક પર પડતા અંબિકા નગરના યુવાનએ બન્ને પગ ગુમાવ્યા
દાહોદના ગોદીરોડ વિસ્તારના અંબિકા નગરમાં રહેતો અને ફોટોગ્રાફરનું કામ કરતો 24 વર્ષીય યુવાન ધવલભાઈ દિપકભાઈ ભેરવા જે નડીયાદ ફોટોગ્રાફના કામ અર્થે ગયા હતા. કામ પૂર્ણ કરી ડાઉન જબલપુર એક્સપ્રેસ ટ્રેન નંબર 11463 મારફતે નડીયાદ થી વડોદરા થઈ દાહોદ આવી રહ્યા હતા તે દરમિયાન 10.55 કલાકે જબલપુર એકપ્રેસ ટ્રેન દાહોદના રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં.- ૩ પર આવતા ધવલભાઈ ભેરવાનો ચાલુ ટ્રેનએ પગ લપસતા તેઓ રેલ્વે ટ્રેક પર પડતા તેઓના બન્ને પગ કપાઈ જતાં ધવલભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્લેટફોર્મ નંબર ત્રણ પર અકસ્માત થયાની જાણ દાહોદ રેલ્વે RPF પોલીસ અને રેલ્વે રાજકીય પોલીસને થતા તેઓ તાત્કાલિક પ્લેટફોર્મ નંબર 3 પર પહોચી ઈજાગ્રસ્ત યુવાનને રેલ્વે ટ્રેક પરથી બહાર કાઢી 108ને જાણ કરી સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પણ યુવાનના બન્ને પગ કપાઈ જતાં યુવાનની હાલત નાજુક હોય ત્યારે વધુ સારવાર માટે વડોદરાના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. ઘટનાની જાણ ધવલભાઈના પરિવારજનોને થતા તેઓ પણ તાત્કાલિક રેલ્વે સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા કમાવ પુત્રએ બન્ને પગ ગુમવતા પરિવાર જનોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. હાલ તો દાહોદ રેલ્વે રાજકીય પોલીસ દ્વારા અકસ્માતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.