- આ સ્નેહ મિલન સમારોહ અંતર્ગત યોજાયેલ વિવિધ રમતોમાં જિલ્લના અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો.
- દાહોદ જિલ્લા પ્રશાશનનો સ્નેહ મિલન સમારોહ જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને દાહોદ રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતુ કે દાહોદ જિલ્લાના અધિકારીઓમાં એકતાની ભાવના જળવાઈ રહે એકબીજા સાથે સુમેળ રહે, કામગીરીનું સંકલન થાય અને પ્રજા હિતના કાર્યો ઝડપથી થાય અને સુપેરે પાર પડે તે માટે દરેક અધિકારી અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વધે તે માટે આ સ્નેહ મિલન સમારોહ સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્નેહ મિલન સમારોહ માં વિવિધ રમતો પૈકી કિકેટ, રસ્સાખેચ, ગોળાફેક, ૧૦૦મીટર દોડ, લાંબી કુદ જેવી વિવિધ રમતો રાખવામાં આવી હતી. જેમાં કલેકટર વિજય ખરાડી જીલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશર, નીવાસી અધિક કલેકટર એમ.જે.દવે સહીત જીલ્લાના અધિકારી કર્મચારીઓ એ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ કર્યું હતુ. આભાર વિધિ રમત ગમત કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ ડાભી એ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી.બી. બલાત, પ્રાયોજના વહીવટદાર બી.ડી.નીનામા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.નિનામા, નાયબ પશુપાલન નિયામક અને ઈ.ચાર્જ જીલ્લા ખેતીવાડી અધિકારી ડો.રણજીતસિંહ નાયક, એમ.જી.વી.સી.એલ. અધિકારી પડવાલ, દાહોદ જીલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને જીલ્લા પંચાયત ના અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ અને કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.