Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ રોટરી કલબ નો વર્ષ 2019-20 નો ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો

દાહોદ રોટરી કલબ નો વર્ષ 2019-20 નો ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૧૧/૦૮/૨૦૧૯ ને રવિવારના રોજ દાહોદ રોટરી કલબનો વર્ષ 2019 – 20 નો ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન છોટુભાઈ બમણિયાએ કર્યું હતું ત્યારબાદ રોટરીની પ્રાર્થના કૂતબૂદીનભાઈ અને પ્રવીણ જૈનએ કરી હતી. પ્રાર્થના પછી ગત વર્ષના રોટરી પ્રમુખે એ પોતાનો રોટરી બેજ રમેશભાઈ જોશીને પહેરાવીને તેમને નવા પ્રમુખ તરીકે વરણી કરી હતી.

આ કાર્યક્રમમાં દાહોદ નગર સેવાસદનના ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ અને શપથ ગવેર્નર જીતેન્દ્ર જૈન (ભોપાલ) તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સરસ રીતે ઉજવાયો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન દાહોદના માજી રોટરી પ્રમુખ સી.વી. ઉપાધ્યાયએ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments