દાહોદ જીલ્લામા અનોખી રીતે ધુળેટીની ઉજવણી કરવામા આવે છે જેમા રણીયાર ગામે ભરાતો ચુલના મેળામા દુરદુરથી આદીવાસી સમાજના લોકો વિશાળ સંખ્યામા ઉમટી પડે છે આ મેળામા ઠંડી અને ગરમ ધખધખતા અંગારા ઉપર શ્રદ્ધાળુઓ પોતાના માનતા બાધા આખડીઓ પૂર્ણ થતા ખુલ્લા પગે ચાલે છે અને કોઇ આચ પણ નથી આવતી માન્યતા મુજબ છેલ્લા 100 વર્ષથી સમયથી આ ચુલનો મેળો ચાલતો આયો છે જે આપ જોઇ શકો છો આ મેળામા આદીવાસી સમાજ દ્વારા ગોળગધેડાની રમત પણ રમવામા આવે છે જેમાં એક ઉચા અને સીધા લાકડા ઉપર મીઠો ગોળ ભરેલ પોટલી બાધવામા આવે છે અને તે ગોળની પોટલી ઉતારવાની હોય છે આ પોટલી ઉતારવા જે ચડે તે ને લાકડીની પાતળી સોટીઓ વડે માર મારવા આવતો હોય છે તેમ છતા પણ જે આ પોટલી ઉતારે તેને મન પસંદ કન્યા લગ્ન માટે મળે છે