Thursday, October 31, 2024
Google search engine
HomeSantrampur - સંતરામપુરદાહોદ લોકસભા સીટમાં સમાવિષ્ટ સંતરામપુર તાલુકામાં આઠ કરોડના ખર્ચે બનનાર નવીન રસ્તાઓનું...

દાહોદ લોકસભા સીટમાં સમાવિષ્ટ સંતરામપુર તાલુકામાં આઠ કરોડના ખર્ચે બનનાર નવીન રસ્તાઓનું દાહોદ સાંસદના વરદ્દ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

લોકસભા ચૂંટણીને આડેહાથ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ ફૂકાઈ ચૂક્યો છે. લોકસભા ચૂંટણી ટૂંક સમય હોવાથી ગુજરાત સરકાર દ્વારા પણ બાકી રહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરી લોકોની સુખાકારી માટે ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે તા.૦૪/૦૨/૨૦૨૪ ને રવિવારના રોજ સંતરામપુર તાલુકાના સીમળીયા, બટકવાડા, ભાણા સીમળ, ખેડાપાના વિવિધ ગામોમાં 8 કરોડના ખર્ચે નવીન તૈયાર થનાર રસ્તાઓ માટે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે રસ્તાઓની ખાદ મુહૂર્ત અને ભૂમિ પૂજન વિધિ હાથ ધરી વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતા.

શિક્ષણ મંત્રી દ્વારા ગુજરાત અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા તાલુકાનું ગામોમાં સંપૂર્ણ વિકાસ થાય, માનગઢ ધામનું નામ દેશ દુનિયામાં ગુંજે તે માટે સંપૂર્ણ વિકાસ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ગામે ગામ અત્યારથી જ સભાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે. સંતરામપુર તાલુકાના ભાણાસીમળ ઉખરેલી, ખેડાપા, બટકવાડા ના ગામોમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે સભાઓ ગુંજવી લોકોને સંબોધીને જણાવ્યું હતું ગુજરાત અને કેન્દ્રની સરકાર લોકોની ચિંતા કરે છે. દેશના વડાપ્રધાન લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ પૂરી પાડવાની નેમ લઈને ચાલી રહ્યા હોવાનું જણાવ્યું હતું આદિવાસી ના દિકરા તરીકે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે વનબંધુ કલ્યાણ યોજના મા અને શિક્ષણ ક્ષેત્રે કામગીરી લઈ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર એ જણાવ્યું હતું કે આવનાર લોકસભા ચૂંટણીને લઈને નરેન્દ્રભાઈ મોદી પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments