Himanshu Parmar Dahod
દાહોદ વણિક સામાજ દ્વારા ગોવર્ધન નાથજીની હવેલી ખાતે ગોપષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.આજ રોજ દાહોદ ગોવર્ધન નાથજી તથા ગોકુલનાથજી હવેલીમાં ગોપઅષ્ટમી નો ઉત્સવ ખૂબ ધૂમધામ થઈ ઉજવામાં આવ્યો હતો.
જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પહેલી વાર ગોધન ચરાવા ગયા હતા ત્યારે સમગ્ર વ્રજ હર્ષોઉલ્લાશ થી ભાવવિભોર થઈ ને ગોવાળોે અને ગોપીઓ આ ગોપ અષ્ટમી નો તહેવાર ઉજવ્યો હતો અને તયારથી આ તહેવાર સમગ્ર ભારત વર્ષમાં ગોપાષ્ટમી તરીકે ઉજવાય છે. આ દિવસે દાહોદ ગોવર્ધન નાથજી ની હવેલીમાં ખાસ અષ્ટાંગયોગ સેવા કરવામાં આવે છે જેમાં ગાયો ને ગોળ ઘી ના લાવડા બનાવી ને ખવડવામાં આવે છે ગોપ અષ્ટમીના દિવસે ગયો નું તો પૂજન થાયજ છે પણ સાથે સાથે ગોવાળો નું પણ પૂજન કરવામાં આવે છે.
દર વર્ષે આ ઉત્સવ દાહોદ ગોવર્ધન નાથજી તથા ગોકિલ નાથજી ની હવેલી માં ઉજવામ આવે છે.