દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે તા.૧૪/૦૪/૨૦૧૯ ને રવિવારના રોજ ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર ની ૧૨૮ મી જન્મ જયંતી નિમિત્તે દાહોદ વાલ્મિકી સમાજ દ્વારા શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો, બધા સામેલ થયા હતા. આ શોભાયાત્રા સુખદેવ કાકા સોસાયટી થી નીકળી કોર્ટ રોડ થઈ ગાંધી ચોક થી માણેકચંદ કુવા થઈ ગડી રોડ પર આવેલ ડોક્ટર ભીમ રાવ આંબેડકરની પ્રતિમા પાસેે આવી પુષ્પમાળા પહેરાવી સમાપન કરવામાં આવી હતી.