Editorial Desk Dahod
રવિવાર રાષ્ટ્રીય તહેવારો અને ગુજરાત ગૌરવ દિનની રાજયકક્ષાએ અલગ અલગ જિલ્લાએ ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતગર્ત ૧લી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગુજરાત સરકાર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે રન ફોર ગુજરાત દોડ યોજાઇ હતી. જેને દાહોદના સાંસદશ્રી જશવંતસિહ ભાભોરે તથા મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. તે વખતે જય જય ગરવી ગુજરાતના નારા ગુંજી ઉઠયા હતા.
દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતેથી સવારે ૭-૦૦ કલાકે પ્રારંભ થયેલ આ દોડ પૂ. ઠકકર બાપા સર્કલથી કોર્ટ રોડથી નગરપાલિકા ચોકથી યાદગાર ચોક (માણેક ચોક)થી ભગીની સર્કલથી સરસ્વતી સર્કલ થઇ સ્વામી વિવેકાનંદ સર્કલ સ્ટેશન દાહોદ ખાતે સમાપન થયુ હતુ.
આ પ્રસંગે સાંસદશ્રીએ પ્રાસાંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આવી સ્પર્ધા યોજાવાથી બાળકો તથા દોડવીરોને પોતાના જીવનમાં ઉપયોગી બને અને દેશભાવના જાગે એકતા જળવાય તે ખાસ જરૂરી છે.
જેમાં જિલ્લાની શાળા-મહાશાળાના વિધાર્થીઓ, સ્વૈછિક સંસ્થાના અગ્રણીઓ, અધિકારીઓ તથા નગરજનો આ દોડમાંભાગીદાર થયા હતા. દોડમાં પ્રથમ ૧૦૦ ક્રમે આવાનાર દોડવીરોને દાહોદના સાંસદશ્રી જશવંતસિહ ભાભોરે તથા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીનેપ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર શ્રી સુધીરભાઇ લાલપુરવાલા દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી મતિ સંયુકતાબેન મોદી, જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર, જિલ્લા કલેકટર શ્રી એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સતીષ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોજ નિનામા, અધિક નિવાસી કલેકટરશ્રી કે.જે બોર્ડર, પ્રાયોજના વહિવટદારશ્રી બી.ડી. નિનામા, પ્રાંત અધિકારીશ્રી પી. એ. ગામીત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નિનામા,પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી વ્યાસ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હ