PRAVIN PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેરનું દાહોદના વિશ્વ હિંદુ પરિષદ ના આશરે ચૌદ થી પંદર સભ્યો આજ રોજ તા.28/06/2017 બુધવારે સાંજે જમ્મુ તવી ટ્રેન થી અમરનાથ યાત્રાએ જવા રવાના થયા. આ ટ્રેનથી તેઓ કાલે સાંજે જમ્મુ પહોંચશે પછી ત્યાંથી ખાનગી વાહન દ્વારા પહેલગામ પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી તેઓ અમરનાથ યાત્રા શરુ કરશે.
પ્રાપ્ત માહિતી મુજબ વિશ્વ હિંદુ પરિષદનાં આશરે ચૌદ થી પંદર સભ્યો જેમાં રાજેશ ભુરિયા, દિનેશ ભૂરિયા, શનિ બારિયા, દિલીપ કિશોરી, વિનોદ ભુરિયા, સુનિલ મોહનિયા, નરેશભાઈ, દિલીપભાઈ બારિયા તથા અન્ય સભ્યો આજ રોજ અમરનાથ યાત્રા જવા રવાના થયા.