KEYUR PARMAR – DAHOD
Breaking : દાહોદના સિંધી વેપારીના હત્યારા દિલીપ દેવળના રિમાન્ડ લેતા અશ્વિન બામાણિયા ઉર્ફે સોનુનું નામ કબૂલ્યું હતું અને સોનુ અને દિલીપે સિંધી વેપારીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ પોલીસે વધુ ઊંડી પૂછપરછ કરતા આજ થી સાડા ત્રણ વર્ષ અગાઉ ગોદી રોડથી ગુમ થયેલ યુવાન વિરલ રમેશભાઈ ચાવડાની ગોળી મારી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું અને તે યુવકની લાશ ખરેડી ગામે પોતાના ખેતરમા જ 8 ફુટ ઊંડો ખાડો ખોદી દાટી દીધી હતી. આ તમામ બાબત દિલીપે કાબુલતા પોલીસે સ્થળ પર ઉભા કરેલા સિમેન્ટના પાયા વાળી જગ્યા ખોદાવતા વિરલ ચાવડાનું કંકાલ (હાડ પિંજર) અને તેના શરીર ઉપરના શર્ટ ઉપરથી તેના પિતાએ ઓળખી બતાવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ નર કંકાલને દાહોદ સિવિલ હોસ્પીટલમાં લઈ જઈ અને ત્યાંથી ગાંધીનગર FSL ખાતે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે વધુ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપેલ છે.
આ સમગ્ર ઘટનાથી જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે, અને પોલીસ તપાસમાં આગળ વધુ હત્યાઓ કરી હોવાનું દિલીપ દેવળ કબુલ કરે તો તે નવાઈની વાત નહિ તેવી લોક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ સમગ્ર તાપસ ગરબાડા પોલીસે સબ ઇન્સપેક્ટર આર.બી. કટારા અને દાહોદ પી.એસ.આઈ આર.એમ મૂંધવા ની સઘન પૂછપારચ અને ઇન્વેસ્ટિગેટિંગ ઢબ અને મહેનત ના કારણે આ સાડા ત્રણ વર્ષ જૂના દાહોદ ના માજી કાઉનસીલર કુસુમબેન ચાવડાના ના પુત્ર વીરલ ની મર્ડર મિસ્ત્રી સુલજી હતી.
version મૃતક વિરલ ના પિતા રમેશ ચાવડા — આ સમગ્ર બાબતમાં ઉલ્લેખનીય બાબત એ છે કે દાહોદ ના ગોદી રોડ ના યુવક ની હત્યા તેની પત્ની સાથે દિલીપ દેવળના સારા સબંધ હોવાના કારણે કરી છે અને દિલીપ તેની પત્ની ને રાખતા તરીકે રાખી રહ્યો છે તે પણ તેને કબૂલ્યું છે. તેમજ આ સમગ્ર બાબતે મૃતકના પિતાનું બીજું એવું પણ કેહવું છે કે જે સમયે મારો પુત્ર ગમ થયો હતો તે વખતે મેં દાહોદ પોલુસ ને નામ જોગ અરજી આપી હતી પણ તેની કોઈ કાર્યવાહી નહોતી થઇ તેનું દુઃખ બી છે અને આજે જે અધિકારીઓ એ આ શોધી કાઢ્યુબ છે તેમને બિરદાવું છું અને આ ગુનેગાર ને કડકમાં કડક સજા થઇ અને જલ્દી થાય જેથી આવા ગુનેગાર ફરીથી માથું ના ઉંચકી શકે. જો મારો દિજરો ગુમ થયો તે વખતેજ મેં આપેલ અરજી અને નામ ના આધારે પોલીસે સઘન પૂછપરછ કરી તાપસ કરી હોત તો આ કુખ્યાત દિલીપે આ સિંધી વેપારીની હત્યા કદાચ ના થઇ હોત.
PRIYANK CHAUHAN – GARBADA
🅱રeaking –દાહોદ ના સિંધી વેપારીની હત્યાનો બીજો આરોપી અશ્વિન બામણિયા પણ પોલીસ ના સિકંજામાં ડોલ્ફીન 8 લાખ રૂપિયા માટે સ્કોડા કર્મ બેસાડી મફલર વડે ગળુ ભીંજી ને મારી તેની લાશ દિક્કીમાં મૂકી ખેરીયા ખાડામાં નાખી દીધી હતી અને ડોક્યુમેન્ટ પણ બાળી દીધા હતી
બંને આરોપીયોએ ભેગા મળી વેપારી મોહભાઈ પરેલ SBI માંથી બહાર નીકળતા આ બંને રોપીયો એ તેને રોકી અને 5 રસ્તા પાસે સ્કોડા કર્મ બેસાડી દીઘા હતા અને મફલર વડે ગળે ટૂંપો દીધો હતો ત્યાર પછી હિન્દી સેકન્ડરી સ્કૂલ પાસે આવી આગળ પડેલી મોહન ની લાશ ને પાછળની સીટ ઉપર સુવડાવી દીધી હતી અને ત્યાર બાદ ડેવેલ્પ ના ગામ ખરેડી જય જંગલેમાં કર ઉભી રાખી લાશ કર ની ડીક્કીમાં મૂકી અને પછી એક યુવતી ને ત્યાં જય ખાવા પીવાની પાર્ટી કરી અને રાત્રે જેસવાડામાં વાળા રસ્તે ખેરીયા ગામે લાશ ખાડામાં નાખી દીધી હતી અને પીઆઈએસ ને ગેર માર્ગે દોરવા મોઢું ચુંડી નાખ્યું હતું. અને મોબાઈલ હાઇવે પર નદીમાં નાખી દીધો હતો.
અપહરણ કરી ખંડણી માંગવાનો પ્લાન કર્યો હતો પરંતુ તું તું મેમે થતા હત્યા કરી નાખી.
દાહોદની ગરબાડા પોલિસે LCB ની મદદ થી અને મોબાઈલ ડિટેકશન સિસ્ટમ થી આરોપીને ઝડપી પડ્યા હતા . આરોપી દિલીપ તો દેશી કત્તાના અને તમંચા ના કેસ પોલીસ ને હાથે ઝડપાઇ ચુક્યો છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે .
પોલીસે દિલીપ ને કાલે કોર્ટ માં રજુ કરી 5 દિવસ ના રિમાન્ડ મેળવ્યા અને આજે અશ્વિન ને રજુ કરી તેના રિમાન્ડ માંગશે.
દાહોદ શહેરના વેપારી મોહનભાઇ પરમાનંદ બાલવાણી ઉ.વ.૪૦ રહે. ઝૂલેલાલ સોસાયટી, ગોદી રોડ, દાહોદ તારીખ:૧૨/૦૪/૨૦૧૭ના રોજ બપોરના સમયથી ગુમ હોવા બાબતેની જાણ તેમના નાના ભાઈ ભગવાનદાસ બાલવાણીએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરી હતી, જે અંગે દાહોદ ટાઉન પો.સ્ટે.માં ગુમસુદા જાણવાજોગ દાખલ થયેલ ટાઉન પોલીસે આ અંગે તપાસ સાંભળેલ છે.
દરમિયાન ચીલકોટા જેસાવાડા રોડ ઉપર ખેરીયા ગામે રોડનું કામ ચાલતું હોય ત્યાં મજૂરો રોડની સાઈડનું ખોદકામ કરતાં એક પુરુષ ઇસમની લાશ તેઓને જોવા મળેલ આ બાબતે જેસાવાડા પો.સ્ટે.ને ઇશ્વરભાઇ મોહનભાઇ સંગોડ રહે.ઉલ્કાઝેર, તા.ધાનપુર જી.દાહોદ વાળા મજૂરે જાણ કરેલ આ બાબતે જેસાવાડા પો.સ્ટે.ના પો.સ.ઇ. આર.બી. કટારા એ આગળની તપાસ શરૂ કરી સ્થળ ઉપર જઈ ઇન્કવેસ્ટ પંચનામું કરેલ હતું. આ ઇન્કવેસ્ટ પંચનામું એકઝીક્યુટીવ મેજી. લીમખેડા રૂબરૂ કરવામાં આવેલ ત્યારબાદ આ અજાણ્યા ઇસમની લાશ જેસાવાડા પી.એચ.સી.માં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયેલ ત્યારબાદ આ લાશને મરનારના નાનાભાઈ ભગવાનદાસ બાલવાણીએ પોતાના મોટાભાઇ મોહનભાઇ ઉર્ફે માનુની હોવાનું ઓળખી બતાવેલ. આ લાશ ઉપર ઇજાના નિશાન હોવાથી ભગવાનદાસ બાલવાણી જેસાવાડા પો.સ્ટે.માં પોતાના ભાઇનું અજાણ્યા ઇસમોએ ખૂન કરી તેની લાશનો પુરાવો નાશ કરવા અંગેની ઇપીકો કલામ ૩૦૨, ૨૦૧, ૩૪, ૧૧૪ મુજબ ફરિયાદ આપાતા આ ગુનો જેસાવાડા પો.સ્ટે.માં ગુન્હા નંબર ૨૨/૨૦૧૭ થી દાખલ થયેલ હતો.
આ રહસ્યમય ચકચારી અને સનસનાટી ફેલાવતા કેસમાં વેપારી ઇસમનું ખૂન કોણે, શા કારણે, ક્યાં આગળ કર્યું હશે તે બાબતે ફરિયાદી કોઈ વિગતો ફરિયાદમાં જણાવેલ ન હતી. તપાસ દરમ્યાન તેના મિત્રો, સંબંધીઓએ પણ હેતુ અને આરોપી વિષે કોઈ શંકા પ્રદર્શિત કરેલ ન હતી. આમ આ ખૂન કેસ અત્યંત પડકાર જનક બની રહેલ છે. આ ગુનો તમામ શક્ય પ્રયત્નો હાથ ધરી શોધી કાઢવા માટે એસ.પી.મનોજ નિનામાના માર્ગદશન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એમ.આર.ગુપ્તાના સુપરવિઝનમાં જેસાવાડા પો.સ.ઇ.કટારને મદદમાં પો.સ.ઇ.પરમાર એલ.સી.બી. તથા પો.સ.ઇ. દેસાઇ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન અને તેઓની ટીમોએ માર્ગદર્શન આપી પુરાવો મેળવવા અને આરોપીઓને શોધી કાઢવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.
આ ગુનો શોધી કાઢવા ટેક્નોલોજીનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવેલ, ઊંડાણ પૂર્વકની બહુઆયામી તપાસમા ઘણા બધા વ્યક્તિઓની મૌખિક પૂછપરછ કરી ખૂનનો હેતુ તથા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવેલ. વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરતાં અને બાતમીદારોથી માહિતી મેળવતા આ ગુનો દેવળ દિલીપકુમાર ભાવસિંહ રહે.ખરેડી તા.જી. દાહોદ એ કરેલ હોવાનું જણાયેલ જેથી તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવેલ, આરોપી દેવળ દિલીપકુમાર વિરુદ્ધ પુરાવાઓ મળવા લાગેલ, દેવળ દિલિપનો ઇતિહાસ ખત્રિ કરતાં ગુનાહિત હોવાનું જણાયેલ જેથી આ ગુનો પણે તેને અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાયેલ. તમામ પુરાવાઓની સમિક્ષા કરતાં દેવળ દિલિપ દ્વારા આ ગુણને તા.12/04/2017ના રોજ અંજામ આપવામાં આવ્યો હોવાની ખાત્રી થયેલ.
દાહોદ રૂરલ પો.સ.ઇ. દેસાઇ, એલ.સી.બી. પો.સ.ઇ.પરમાર તથા પો.સ.ઇ. આર.બી.કતરાએ અને પોલીસની જુદી જુદી ટીમોએ આ આરોપીની હિલચાલ ઉપર નજર રાખવા બાતમીદારોને જાણ કરેલ. દરમ્યાન આજ રોજ ચાકલીયા રોડ ઉપર પેટ્રોલીંગમાં ફરતા દરમ્યાન બાતમી મળતા આરોપી દિલીપભાઇ ભાવસિંહભાઈ દેવળ રહે.ખરેડીને ચાકલીયા રોડ ઉપરથી પકડી પાડવામાં આવેલ હતો. પો.સ.ઇ. કટારાએ આ ગુનામાં તેની ધરપકડ કરેલ છે. આ ગુનામાં અન્ય આરોપીઓ કોણ છે ? શા કારણે મોહન બાલવાણીનું ખૂન કરેલ છે ? ખૂન ક્યાં કરેલ છે ? લાશને ખેરિયા ગામે કોણ કોણ લઈ ગયેલા ? ગુનાના કામે કયું હથિયાર, વાહન વાપરવામાં આવેલ અને અન્ય આરોપીઓનો શું રોલ શું હતો ? મોહનભાઈને મારી નાખવા માટે ક્યારે કાવતરું કરવામાં આવેલ વિગેરે મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે.