આજરોજ દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી તથા શ્રદ્ધા ભડંગ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું મેચ શરૂ થતા પહેલા મંચસ્થ મહેમાનો તથા ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ભારતીય પરંપરા પ્રમાણે મહેમાનોનું વૃક્ષ આપી સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત કર્યા બાદ પહેલી મેચ ના શુભારંભ માટે આજે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો
આ મહિલા ક્રિકેટ ના આયોજનમાં દાહોદની મહિલાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો આ ટુર્નામેન્ટમાં દાહોદની 21 મહિલા ટીમો એ ભાગ લીધો હતો દાહોદની સ્કૂલો તથા વિવિધ સમાજની મહિલાઓ ખૂબ જ ઉત્સાહથી ક્રિકેટ મેચ રમવા માટે તત્પરતા જોવા મળી હતી દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ટોસ ઉછાળી મેચ ની શરૂવાત કરાવવામાં આવી હતી
આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાહોદના ધારાસભ્ય કનૈયા લાલ કિશોરી, દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા, મહિલા પ્રમુખ મેઘા પંચાલ, દાહોદ જિલ્લાના ભાજપ શહેર પ્રમુખ અર્પિલ શાહ, રાહુલ તલાટી, હોન્ડા શોરૂમના માલિક, હોલીજોલી ગ્રુપના મેમ્બર્સ તથા ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા
આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ જોવા માટે નીચે આપેલી લીંક ઓપન કરશો, તો આપ આ મેચોનો Live Score Board નિહાળી શકશો.
Link : – https://cricheroes.in/tournament/1435804/Wcc-womens-cricket-championship-
બાઈટ: – કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય, દાહોદ તાલુકા.
બાઈટ: શ્રદ્ધા ભડંગ, દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ