


દાહોદ શહેરના પ્રસન્ગ પાર્ટી પ્લોટ ખાતે સ્વામી વિવેકાનંદ હોલ અને ઓડિટોરિયમનું પાર્કિંગ ગોધરા રોડ થી મુવાલિયા ને જોડ તો રોડ તેમજ દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોના કુલ 16 જેટલા રસ્તાઓ અને મીની પાર્કિંગની જગ્યાઓનો ખાત મુહૂર્ત કાર્યક્રમ દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ અને આદીજારી ભંભોર અને બચુભાઈ ખાબડના તેમજ જિલ્લા કલેકટર પાડલીયાના વરદ હસ્તે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી , ઉપપ્રમુખ ગુલશન બચાણી , સુધીરભાઈ લાલપુરવાલા , દાહોદ તાલુકા પ્રમુખ પર્વતભાઈ ડામોર, જિલ્લા પ્રમુખ આમલીયાર, કાઉન્સિલરો તેમજ અન્ય કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.
