દાહોદ શહેરના ગોકુલ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે હોળી તથા ધુળેટીની ઉજવણી કરવામાં આવી. ગોકુલ સોસાયટી તથા તેની આસપાસની સોસાયટીના રહીશો દ્વારા ઇકો ફ્રેન્ડલી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી. ધુળેટીના દિવસે સવારથી જ ચા નાસ્તાથી માંડીને આખા દિવસના કાર્યક્રમનું સફળ આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓથી માંડીને મોટી ઉમરના તમામ લોકોએ આ હોળી તથા ધુળેટીની ઉજવણીમાં ભાગ લઇ સાથસહકાર આપીને ખુબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.
દાહોદ શહેરની ગોકુલ સોસાયટીમાં હોળી તથા ધુળેટીના પર્વનું ધામધુમથી આયોજન કરાયું
RELATED ARTICLES