KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લો આદિવાસી અને છેવાડાનો જિલ્લો છે અને વર્ષોથી દાહોદના લોકોની સમસ્યા હતી કે તેઓને અહીંથી વડોદરા અને અમદાવાદ પાસપોર્ટ માટે જવું પડતું હતું અને તેમાં મોટી મુશ્કેલીઓ પડતી હતી સવારે 10 વાગે પહોંચવા માટે 4 વાગ્યાના નીકળવું પડતું હતું અને તેમાંય જો કોઈ ડોક્યુમેન્ટ રહી ગયું કે ભૂલ હોય તો પરત ફરીથી બીજા દિવસે જવું પડતું હતું. દાહોદ ગરીબ અને આદિવાસી જિલ્લો છે પરંતુ દાહોદ થી વોહરા સમાજ, મુસ્લિમ સમાજ, વૈષ્ણવ સમાજના લોકો વધુ વિદેશમાં જાય છે. અને હમણાં તો લોકો ફરવા માટે પણ વિદેશ નીકળી જતા હોય છે જેથી આ તમામ પ્રશ્નો નો હલ થાય તે માટે આજે દાહોદ ખાતે કેન્દ્રીય એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર જનરલ વી.કે, સિંહ ના વરદ્દ હસ્તે અને દાહોદના સાંસદ અને કેન્દ્રીય આદિજાતિ મંત્રી જસવંસતસિંહની ઉપસ્થિતિમાં આજે પાસપોર્ટ સેવા કેન્દ્રનું દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દાહોદના આદિવાસી જિલ્લાને આ સુવિધા આપવા માટે નો નિર્ણય ખુબજ ટૂંક સમય ગાળામાં લીધો હોવાનું જનરલ વી.કે. સિંહએ જણાવ્યું હતું અને તેઓ કહ્યું હતું કે આવા કેન્દ્રો ગુજરાતમાં મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે જેટલા જિલ્લાની ભલામણ આવશે તેટલા જિલ્લામાં ખોલવામાં આવશે. વધુમાં તેઓ એ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ગત વર્ષે 1 કરોડ પાસપોર્ટ ઇસ્યુ થયા હતા જેને ધ્યાને લઇ કેન્દ્ર સરકારના મંત્રી સુષમા સ્વરાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રક્રિયા સરળ બને તે માટે અને છેલ્લા માનવી સુધી આ સુવિધા વગર તકલીફે પહોંચે અને લોકોને એક દિવસમાં પાસપોર્ટ મળે તે માટે પોલીસ ઇન્ક્વાયરીની સિસ્ટમને પણ ઓનલાઇન જોડી અને પ્રક્રિયામાં સમય ના બગડે ને લોકોને જલ્દી થી પાસપોર્ટ મળે તે માટે પહેલ કરી છે હમણાં આ સેવા કેન્દ્રો બેંગલોર અને ગુજરાતમાં શરુ કરવામાં આવ્યા છે અને આ ચૂંટણીઓ પૂરી થઈ ગયા પછી સમગ્ર દેશમાં આવી પાસપોર્ટ કેન્દ્રો બનાવના છે જેની તૈયારીઓ થઇ ચુકી છે.
જનરલ વી.કે સિંહને NewsTok24 ની ટીમે નોટ બંદી બાદ પાંચ રાજ્યોના ઇલેક્શનમાં ભાજપ કેવો દેખાવ કરશે અને શું મોદી નો જાદુ ચાલશે તેવો સવાલ કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે તો મિલેટ્રીના માણસ છીએ અને લડવું એ અમારી પ્રકૃતિ છે અને ઈલેક્શન પણ લડીશું અને જીતશું
દાહોદ જિલ્લા માટે આ ખુબજ મોટી અને ગૌરવ ની વાત છે અને ખરેખર દાહોદના લોકોએ પણ આ પાસપોર્ટ સેવા કેન્દ્ર ને આવકાર્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સુષ્મા સ્વરાજ નો આભાર માન્યો હતો અને જનરલ વી.કે સિંહ એ ઈરાક માં ફસાયેલ 10 હજાર વહોરા સમાજના લોકોને ત્યાં જાતે જઇ અને બચાવ્યા હતા તે બદલ દાહોદના વોહરા સમાજ દ્વારા તેમનું સ્વાગત કરી ભાર માન્યો હતો.
દાહોદ જિલ્લાના સાંસદ જસવંત ભાભોરે કહ્યું કે આપણા દેશના વડાપ્રધાનને દાહોદ શહેર સાથે લાગણી ભર્યા સંબંધ હોવાને લીધે દાહોદ શહેર અને જિલ્લાને પાસપોર્ટ ઓફિસ મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી શ્રીમતિ સુષ્મા સ્વરાજનો જાહેરમાં આભાર માન્યો હતો.