KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેરનું દાહોદમાં નગરપાલિકા પાલિકા ચોક ખાતે આજનો રોજ સાંજના 07:00 કલાકે એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી જસવંતસિંહ ભાભોરે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે આપણા દેશનાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનો, આનંદીબેન પટેલનો, અમીત શાહનો તથા સંસદીય કાર્યમાં મંત્રી વૈંકયા નાયડુનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ બધા મહાનુભાવોની મહેનત થકી જ દાહોદ સ્માર્ટ સિટીની હરોળમાં આવવાનો મોકો મળ્યો છે.
વધુમાં દાહોદ જિલ્લાના સમાહર્તા કે. રંજીથકુમારે કહ્યું હતું કે આપણા દેશના કુલ 98 શહેરોનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામા આવી રહ્યા છે. આ 98 શહેરોમાં આપણા દાહોદનું નામ ત્રીજાં તબક્કામાં આવ્યુ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો દાહોદને સ્માર્ટ સિટી બનાવવું હશે તો પહેલા આપણે સ્માર્ટ બનવું પડશે. ગમે ત્યાં કચરો ફેંકી ગંદકી કરવી નહિ. તથા તેમણે 40 માઈક્રોન થી ઓછી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરવા જણાવ્યુ હતુ. અને જે લોકો આ કાર્યક્રમને બધા ગઁભીરતાથી નહી લે તો તેમના પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને તેઓએ એમ પણ કહ્યું હતુ કે પ્લાસ્ટિક થેલીના બદલે કાગળ કે કપડાની થેલી ઉપયોગમાં દેવી.
આ સત્કાર સમારંભમાં કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, કલેક્ટર કે. રજીંથકુમાર, નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ નગરપાલિકાના ગુલશનભાઈ બચાણી, પૂર્વ પ્રમુખશ્રી રાજેશ સહેતાઈ, પ્રવાસન નિગમના ડાયરેક્ટર સુધિરભાઈ લાલપુરવાલા, નગરપાલિકાના કાઉન્સિલર, ભાજપનાં અગ્રણીઓ તથા દરેક સમાજના આગેવાનો, સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતાં અને મંત્રી જસવંતસિંહ ભાભોરને ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો.