દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં પ્રથમ વાર વિરાંગ રાજહંસ અને શ્રીમતી લજ્જા શર્મા દ્વારા ગરબા રસિક મિત્રો માટે તા.૨૯/૦૯/૨૦૧૮ શનિવારથી તા.૦૨/૧૦/૨૦૧૮ મંગળવાર સુધી નિઃશુલ્ક ગરબા વોર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારના ગરબા સ્ટેપ્સ શીખવાડવામાં આવ્યા. જેવા કે ડોઢીયુ, સનેડો, હિંચ, પોપટીયું, અને રાસ જેવા અનેક પ્રકારના ગરબા શીખવાડવામાં આવ્યા હતા. જેનો મોટી સંખ્યામાં દાહોદના ગરબા રસિક બાળકો, કુમારીકાઓ અને મહિલાઓએ લાભ મેળવ્યો હતો અને અંતિમ દિવસે સૌ ગરબા રસિક મિત્રો એ આયોજક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો.