Keyur Parmar – Dahod Bureau
દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં પ્રસારણ નગર ખાતે આવેલ ભાટીયા સમાજના કૂળદેવી જ્વાલામાતાનું મંદિર આવેલું છે આ મંદિરનો નવમો પાટોત્સવ તારીખ 28, 29 અને 30 મે 2016 ના રોજ રાખેલ હતો. આ ત્રિ-દિવસીય પાટોત્સવમાં તારીખ 28 મે ના રોજ રાત્રે 9 કલાકે મંદિરના પટાંગણમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તારીખ 29 મે ના રોજ આશરે સાંજના 5 કલાકે ગૌશાળા નજીક ગારીવાડમાં આવેલ પ્રકાશભાઈ દામોદરદાસ ભાટીયાના ઘરેથી શોભાયાત્રા ઉમંગ અને ઉલ્લાસ સાથે નીકળી દોલતગંજ બજાર થઈ નગર પાલિકા ચોકમાં થઈ નેતાજી બજાર બાજુથી નીકળી પડાવ પહોચી હતી અને ત્યાંથી પ્રસારણ નગર ખાતે આવેલ જ્વાલા માતાજીના મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં ભાટીયા સમાજના આગેવાનો અને નાના ભૂલકાઓથી માંડીને ઉમરલાયક દરેક વ્યક્તિઓ જોડાયા હતા. તારીખ 30મી મે 2016 ના સોમવારના રોજ સવારના આશરે 8 કલાકથી જ્વાલામાતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરના 3 કલાકે ભાટીયા સમાજના આગેવાનો દ્વારા આમંત્રિત મહેમાનો અને વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું સંમ્માન કરવામાં આવ્યું હતું અને સમાજના બાળકો કે જેમને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેવા બાળકોનું પણ આ પ્રસંગે સંમ્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આશરે 4.30 કલાકે શ્રીફળ હોમી યજ્ઞની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમાજના લોકો અને આમંત્રિત મહેમાનોએ ભોજન પ્રસાદી લીધી હતી. ભાટીયા સમાજ દ્વારા પોતાના કુળદેવી જ્વાલામાતાજીના મંદિરે નવમા પાટોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજના લોકોએ ઉમંગ અને ઉત્સાહથી આ પ્રસંગને માણ્યો હતો.