દાહોદ શહેર પોલીસ દ્વારા દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટમાં આજે તા.૧૭/૦૧/૨૦૨૩ ને મંગળવારના રોજ વ્યાજ ખોરોથી કેવી રીતે બચી શકાય તે માટે યોજાયો લોક દરબાર. આ લોક દરબારમાં દાહોદ શહેરના પાથરણાવાળા, લારી ગલ્લાવાળાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ કોની પાસેથી વ્યાજે રૂપિયા લેવા, કેટલા ઇન્ટરેસ્ટ રેટ ઉપર લેવા અને જો કોઈ ધમકાવે કે ડરાવે તો શું કરવું ? આ તમામ માહિતી દાહોદ ASP જગદીશ બંગરવાએ આપી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે બધા લોકોએ પ્રધાનમંત્રી સ્વનિધી યોજના હેઠળ રૂપિયા લેવા જોઈએ અને તેના માટે કંઈ કાર્યવાહી કરવી પડે છે ? કયા પેપર ઉપલબ્ધ કરવા પડે છે ? આ તમામ માહિતી લોકોને આપી હતી અને કહ્યું હતું કે યોગ્ય અને માન્ય સંસ્થાઓ અને બેન્કો પાસેથી જ નાણાં ઉધાર લેવા જોઈએ. જેથી પાછળથી આપને કોઈ તકલીફ ના પડે. પોલીસ આપની સાથે છે અને રહશે એટલે ડરવાની પણ કોઈ પણ નાગરિકને જરૂર નથી. આ પ્રસંગે દાહોદ ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ શહેરમાં વ્યાજખોરો થી નાના લોકોને બચાવવા યોજાયો લોકદરબાર
RELATED ARTICLES