
દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં આજે તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના મતદાનના દિવસે પોતાનો અમૂલ્ય મત આપી દેશના ભવિષ્ય માટે પોતાનો ફાળો આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ તમામ મતદારોને અપીલ કરી હતી કે, મે સહ પરિવાર વોટ કરીને મારી ફરજ બજાવી છે. તમે પણ આવો અને પોતાના પરિવાર સહિત મતદાન કરો અને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવો.



