Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શહેર ખાતે જન્માષ્ટમીની ભક્તજનો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી,શહેરમાં નંદ ઘેર આનંદ ભયોના...

દાહોદ શહેર ખાતે જન્માષ્ટમીની ભક્તજનો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી,શહેરમાં નંદ ઘેર આનંદ ભયોના જયઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)KEYUR PARMAR DAHOD BUREAU

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે જન્માષ્ટમીની ભક્તજનો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરતાં સમગ્ર દાહોદ શહેર ગોકુલમય બન્યું હતું તથા સમગ્ર શહેરમાં કૃષ્ણ જન્મ સાથે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા અને શહેરમાં નંદ ઘેર આનંદ ભયોના જયઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

navi 2images(2)dahod atham phot 2 dahod atham matki fod 3
દાહોદ શહેરમાં દરવર્ષની જેમ આ વર્ષે ભક્તજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોકુળનાથજીની હવેલી, વિઠ્ઠલનાથજીની હવેલી, શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, શ્રી સ્વામિ નારાયણ મંદિર અને શહેરમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરોમાં રાત્રે ૧૨:૦૦ વાગ્યાના ટકોરે શંખનાદ અને “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી” ના જયઘોષ સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરી પારણા ઝૂલાવી મહાઆરતી અને ભોગ-પ્રસાદી અર્પણ કરી દર્શન સાથે પંજેરીનો પ્રસાદ પામી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો અને શહેરમાં મટકીફોડ ના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં ગોદી રોડ, દરજી સોસાયટી, બહાર પડાવ, પડાવ, દેસાઈવાડા જેવા અલગ અલગ વિસ્તારોમાં મટકીફોડની ઉજવણી કરવામાં આવી હતી. અને શહેરના સ્ટેશન રોડ સ્થિત સરકારી દવાખાના પાસેની જગ્યામાં દર વર્ષની માફક આ વર્ષે પણ સવારથી જ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામના આદિવાસી ભાઇયોએ સવારથી જ મેળાનો લાહવો લીધો હતો અને તેમની જૂની પરંપરા જાળવી રાખી બામ્બૂમાંથી બનાવેલ વાંસળી વગાડી બધા લોકોએ મેળો માણ્યો હતો અને સાંજના સમયે દાહોદની જનતાએ આ મેળાનો ઉત્સાહભેર લાભ લીધો હતો અને માણ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments