દાહોદ શહેરના પરેલ વિસ્તારના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની સામે ગેસ ગોડાઉન ની પાછળ વણઝારા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ ની મેચ તારીખ 9 થી યોજાઈ હતી તેમાં વણઝારા સમાજના ગોવિંદભાઈ વણઝારા તેમજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડના કાર્યકરતા વર્ગીસસાહેબ ,રાણા બાબુજી દ્વારા મેચનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમાં ગુજરાતમાંથી વણઝારા સમાજ ની કુલ 32 ટીમો એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો રવિવારના રોજ બપોરે સેમી ફાયનલ પછી ફાયનલ મેચમાં તાળવા અને ચંચેલા ગાવ વચ્ચે ક્રિકેટ ટુરનામેન્ટની ફાઈનલ રમાઈ હતી તેમાં વણઝારા સમાજ ની પંચમહાલ જીલ્લાના તાળવા ગામની ટીમ વિજય થઇ હતી. તે વિજય ટીમ ને ટ્રોફી તેમજ 11000 રૂપિયા ઇનામાં આપવામાં આવ્યા હતા અને બીજા નંબરની ટીમ ચંચેલા ગાવ ને પણ ટ્રોફી અને 5000 રૂપિયા ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ મેન ઓફ ધ મેચ પણ આપવામાં આવ્યું હતું.
HomeDahod - દાહોદદાહોદ વણજારા સમાજની ક્રીકેટ ટુર્નામેન્ટની ફાઈનલ આજે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર રમાઈ વિજેતાને...