દાહોદ જિલ્લામાં ચાર્જ સાંભળતાની સાથે જ નવા જિલ્લા પોલીસ વડાએ સમગ્ર જીલ્લામાં જુદી સમસ્યાઓ ટ્રાફિક, ક્રાઈમ, ચોરી, ધાડ અને લૂંટને નાથવા માટે જુદા જુદા એક્શન પ્લાન બનાવીને ઇમ્પ્લીમેન્ટ કરવાનું શરૂ કર્યું છે.
આ એક્શન પ્લાનના ભાગ રૂપે છેલ્લા બે દિવસથી દાહોદમાં જુદા જુદા વિસ્તારોમાં જેમ કે સ્ટેશન રોડ, એમ.જી.રોડ, દોલતગંજ બઝાર, ગાંધી ચોક, પડાવ સરદાર ચોક, ગોવિંદનગર, મંડાવાવ સર્કલ કે જ્યાં ટ્રાફિકની ખુબ જ વધુ સમસ્યા છે તેવા વિસ્તારોમાં દાહોદ પી.આઈ. કે.જી પટેલ, વાળા, બલુચ જેવા અધિકારીઓ અને PSI ની ટીમો દાહોદના રોડ ઉપર ફરી અને તમામ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ કરી અને દાહોદના ટ્રાફિક રૂપી અડચણવાળા રસ્તાઓ ખાલી કરાવ્યા હતા. તેમજ આવતા જતા લોકોને સમજ પણ આપી હતી. અને ગાડીઓના આડેધડ કરાયેલ પાર્કિંગ માટે મેમો પણ આપવામાં આવ્યા હતા. તેમજ જે લોકોએ પોતાની મોટરસાયકલ અને સ્કુટરોના સ્ટિયરિંગ લોક નોતા માર્યા તેઓને પણ કડક સૂચના આપવામાં આવી અને સ્થળ પર દંડ કરવામાં આવ્યા હતા. દાહોદ સ્માર્ટ સીટીને ધ્યાને લઇ આ કામગીરી સતત ચાલશે તેવું અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે અને આ બાબતે તમામ લોકોએ અને વેપારીઓએ સાથ સહકાર આપવો જોઈએ તેવી પોલીસ અને પ્રશાસનની પણ અપેક્ષાઓ છે.