THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ શહેર ભાજપ દ્વારા વેપારી સેલની બેઠક આજે તા. ૨૯/૦૬/૨૦૨૨ ને બુધવારના રોજ ભાજપ ગુજરાત પ્રદેશ વ્યાપાર સેલના કન્વીનર વિજયભાઈ પુરોહિતના અધ્યક્ષ સ્થાને તેમજ બીપીનભાઈ ઓઝા તથા જિલ્લા વ્યાપાર સેલ ના પ્રભારી પરેશ પરીખની પ્રેરક ઉપસ્થિતિમાં બપોરે ૧૨.૩૦ કલાકે APMC માર્કેટ ના હૉલ ખાતે બેઠક યોજાઇ હતી .
આ બેઠકમાં દાહોદ એ.પી.એમ.સી. ના સભાખંડમાં રાખવામાં આવી હતી આ બેઠકમાં દાહોદના APMC વાઈશ ચેરમેન કૈલાશ ખંડેલવાલ દ્વારા વિજય પુરોહિતનું સ્વાગત કર્યું હતું , વેપારી અગ્રણી શ્રેયસ શેઠ દ્વારા પરેશ પરીખનું સ્વાગત કરવામાં આવ્યું હતું, અને વિજય શાહ એ બિપીનભાઈ ઓઝાનું સ્વાગત કર્યું હતું, ત્યાર પછી વેપારી મંડળના વેપારીઓ દ્વારા મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી આ બેઠકમાં વેપારીઓ ને જે પ્રશ્નો નડતા હોય તેની રજૂઆત કરવાનું કહ્યું હતું. APMC ડિરેક્ટર ઇકબાલ ખરોડવાલાએ સમસ્યા વિશે જણાવતાં કહ્યું હતું કે કોઈ પણ નવા એમન્ડમેંડ આવે તેની અમને જાણ કરવામાં આવતી નથી. અને GST બાબતે જે 5% ટેક્સ બ્રાન્ડેડ લાર્જ સ્કેલ ને લાગુ પડે છે. તેજ હવે ગઈ કાલે નિર્ણય લેવાયો કે આ 5% સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીને લાગુ કર્યો છે. તે આ ઇન્ડસ્ટ્રીને ખુબ મોટું નુકશાન થશે અને બેકારી પછી થવા માંડશે અને ઇન્સ્ટન્ટ પાંચ ટકા ઇન્ફલેશન તો તરત વધી ગયું. GST અને IT માં સિમ્પ્લીફિકેશન જરૂરી છે અને લોકોને પોતાના રૂપિયા રિટર્ન લેવાના છે તે સમયસર મળવા જોઈએ. વેપારીઓ એક પ્રકારના માધ્યમ છે અને સરકાર થોડું નાના અને મધ્યમ વેપારીઓને સરકાર સહકાર આપશે તો જ આ બધા વેપારીઓ ટકી શક્શે. ફેડરેશન ઓફ દાહોદ ઇન્ડસ્ટ્રીસના પ્રમુખ પ્રશાંત દેસાઈ એ પણ ઇન્ડસ્ટ્રીઝ લાગતી મુસીબતો અને તકલીફોની રજૂઆત કરી ઘટતું કરવા માટે સૂચનો કર્યા હતા. આ તમામ રજૂઆતો અને સૂચનો નોંધી વેપારી સેલના પ્રદેશમાંથી પધારેલા મહાનુભાવો એ વેપારીઓની લાગણી જેતે યોગ્ય જગ્યા પહોંચાડી અને તેમાં ઘટતું કરવાની બાહેધરી આપી હતી.