THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૦૫/૦૮/૨૦૧૯ ને સોમવારના રોજ પૂર્ણ માલાશ્રીજી મ.સા.ડેલાવાળાની પ્રેરણાથી અને દાહોદ શ્વેતાંબર જૈન સમાજ સંંઘના પ્રમુુુખ શોધનભાઈ શાહની આગેવાની હેઠળ આજ રોજ નેમિનાથ પ્રભુના જન્મ કલ્યાણ નિમિત્તે કતલખાને લઇ જવાતી ગાયો અને તેના ગૌવંશોને બચાવીને અને તેમને દાહોદ અનાજ મહાજન ગૌશાળા ખાતે ગૌશાળામાં રાખવામાં આવેલી આ ગાયો તથા ગૌવંશને ચુરમાના લાડુ ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યા હતા. દાહોદ નગરના દોલતગંજ બજાર ખાતે આવેલ જૈન ઉપાશ્રય થી ગૌશાળા સુધી શ્વેતાંબર જૈન સમાજના સંઘ શ્રાવીકાઓ વાજતે ગાતે ગયા હતા અને ત્યાં ગાયો તથા ગૌવંશને ચૂરમાંના લાડુ, ગોળ તથા ઘાસ ખવડાવ્યું હતું. આમ આ રીતેે ભગવાન નેમિનાથ પ્રભુના જન્મ કલ્યાણને બહુ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો.