THIS NEWS POWERED BY : RAHUL MOTORS
દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજાક જૈન સંઘના પર્વ પર્યુષણનો પાવન પર્વ પૂર્ણ થયો હતો. આ પાવન પર્વ દરમિયાન દાહોદ જૈન સંઘ ખાતે ગુરુ મહારાજ પૂજ્ય સાસનનરશા શ્રીજી અને લબ્ધી રસાશ્રીજીની પાવન નિશ્રામાં સમગ્ર પર્વ દરમિયાન ખૂબ આરાધનાઓ થઈ અને તેમના પ્રતાપે દાહોદ જૈન સંઘ ખૂબ ધર્મને પામ્યો, એટલુંજ નહીં પણ આ આઠ દિવસ યુવાઓએ આ ગુરુભગવંતો થી પ્રેરાઈ ને 11 ઉપવાસ, અઠ્ઠાઈ, છટ, 5 ઉપવાસ અને અઠ્ઠમ તપની આરાધના કરવામાં આવી.
પ્રથમ તો ચોવીયાર અઠ્ઠાઈ ટીંકુ જૈન, 11 ઉપવાસ આયુષ રાકેશકુમાર શાહ, અઠ્ઠાઈમાં જીગર મુકેશ હિંગળ, ડીંકી કર્ણાવટ, પુનિત સુનિલ જૈન, દેવર્ષ જૈન, હર્ષિ તલેસરા, રક્ષિત ગંગ , 6 ઉપવાસ જૈનિલ પ્રફુલ ચોપડા આ તમામ તપસ્વીઓ એ તપ કર્યા હતા. જેમનું દાહોદ જૈન સંઘે શ્રીફળ અને પ્રભાવના આપી બહુમાન કર્યું હતું. આ તપસ્વીઓની શોભા યાત્રા દાહોદ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર થી નીકળી દોલતગંજ બજાર થઈ નેતાજી બઝાર માંથી પડાવમાં ઉતરી અને સીમંધર જૈન દેરાસર ઇન્દોર હાઇવે ઉપર પહોંચી હતી. આ શોભા યાત્રામાં ભગવાનનો રથ, બગીઓ, શણગારેલ ગાડીઓ અને ટ્રેક્ટરોમાં પ્રભુની સાથે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વના એવા બેટી બચાઓ, બેટી પઢાઓ, જળ બચાઓ, સફાઈ અને સ્વચ્છતા ઉપર પણ એક ટેબ્લોસ હતો. જેનું આયોજન શ્રવિકા નયબેન બીપીનચંદ્ર શાહ એ કર્યું હતું. જ્યાં રાકેશ વિક્રમભાઈ શાહ અને નરેન્દ્રકુમાર ચાંદમલજી કર્ણાવટ તરફથી સવારનું પારણું અને સાંજનું સ્વામીવાત્સલ બંને રાખવામાં આવ્યા હતા.