દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનું ગૌરવ એવા રાજેશ ચંદ્રકાન્તભાઈ શાહ દ્વારા પોતાના મરણોપરાંત પોતાના ચક્ષુ દાન કરી અને એક વ્યક્તિને તેઓની નજરે દુનિયા નિહાળવાનો અવસર મૂકી ગયા. રાજેશભાઈ પોતે દાહોદ જૈન સમાજમાં વર્ષો સુધી સેવા આપી છે. તેઓ સમાજમાં કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં બોલીઓ બોલવાની હોય કે પર્યુષણ સમય બોલી બોલવાની હોય કે અન્ય કોઈ પણ સમાજને લાગતું કાર્ય હોય તેઓ હરહંમેશા આગળ રહેતા હતા અને આજે પોતાના મૃત્યુ બાદ પણ એક વ્યક્તિને દુનિયા જોવાનો મોકો આપી તેઓએ ખુબ સારુ કામ કરી સમગ્ર જૈન સમાજમાં જ નહી પરંતુ શહેર જિલ્લામાં પણ સારુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભગવાન તેમની દિવંગત આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના…
દાહોદ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનું ગૌરવ : ચક્ષુદાનવીર રાજેશ ચંદ્રકાંતભાઈ શાહ
RELATED ARTICLES