

દાહોદ સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા શ્રી પરમ પૂજ્ય બ્રહ્માલિન મોની બાબા ના આશીર્વચન થી આ સમૂહ લગ્ન નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ કાર્યક્રમ માં સંત કૃપા પરિવાર દ્વારા આ વખતે કુલ 22 જોડાંઓને જેમની આવક 40,000 હાજર કરતા ઓછી હોય તેવા સમગ્ર ગુજરાત માંથી 22 જોડાંઓને માંડવે બેસાડવામાં આવ્યા હતા અને એટલુંજ નહિ આ જોડાઓ ને ઘર વક્રી નો તમામ સામામ આપવામાં આવ્યો હતો તેઓને ઘર માંડવા માટે માત્ર એક ગેસ નો સિલિંડરજ લાવવાનો રહ્યો હતો. અને કન્યાઓને સોનાના મંગલ સૂત્ર પણ આપવામાં આવ્યા હતા. અને આ પ્રસંગે તેઓનો વરઘોડો દાહોદ વાનખંડી હનુમાન મંદિર થી સાહરુ કરી દાહોદ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે સમાપન થયો હતો જ્યાં 22 ચોરીઓ તૈયાર હાટ અને તેમજ લાગણી વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. અને લગ્ન દરમિયાન વાર-કન્યાના સાગા સબંધીઓ નું જમવાનું પણ ત્યાંજ સંત કૃપા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.અને લગ્ન બાદ તુરંતજ તેઓ ને સ્થળ પાર મેરેજ સિર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આ તમામ કાર્યક્રમ નું સફળ આયોજન બાબુભાઇ પંચાલ અને રમેશભાઈ ખંડેલવાલ તથા રાજુભાઈ અગ્રવાલ અને સંત કૃપા પરિવાર ના અન્ય ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના કેહવા મુજબ આજ સુહીમાં તેઓએ 300 જોડાઓ ના સફળ લગ્ન કરાવ્યા હતા.