THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના સાંસદ દ્વારા સિંગવડના દાસા ગામે તૈયાર થયેલ ભવ્ય સંત કબીર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધૂમથી કરાયું હતું આયોજન.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા ગામે એક ભવ્ય કબીર મંદિરનું નિર્માણ કરાયું હતું. જેનો આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જિલ્લાના સાંસદ અને દાસાના વતની એવા જસવંતસિંહ ભાભોરએ પોતાના પિતા અને ભાજપના મૂળભૂત કાર્યકર્તા અને ભૂતપૂર્વ સાંસદના ઉમેદવાર સુમનભાઈ ભાભોરની ઇચ્છાશક્તિના કારણે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું હતું.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત વર્ષ કબીરપંથના મહામન્ડલેશ્વર સંત ઉપસ્થિત રહ્યા હતા.
સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી સંતો મહંતો, નિર્મલાબેન ભુરિયા, પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી, પ્રભાતસિંહ ચૌહાણ તથા દાહોદ અને પંચમહાલ જિલ્લાના અગ્રણીઓ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
અને જોરશોર થી પૂજા અર્ચના કરી હતી અને તે પૂર્વે સમગ્ર સંતો અને ભક્તો ના ઘોડાપુર અને બગીયોની સાથે મોટી શોભા યાત્રા દાસા શાળાએ થી નીકળી અને દાસાના રાજમાર્ગો ઉપર ફરી અને સંત કબીર મંદિરએ પહોંચી હતી. અને ત્યાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પછી દાહોદ જિલ્લા ભાજપના તમામ વિજેતા કાર્યકર્તાઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમ પૂર્ણ થતાં જ તમામ સંતો મહંતોને ભાવપૂર્વક જમાડ્યા હતા.