Divyesh Jain Dahod
દાહોદ શહેર ના સરકારી હોસ્પીટલમાં રવિવારના રોજ સવાર ના સમયે આકસ્મિક રીતે ધુમાડાના ગોટા સાથે આગ ફાટી નિકળતા નાસભાગ મચી જવા પામી હતી. સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ફાયર બ્રીગેડનાં કર્મચારીઓ ની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાતા મોટો અકસ્માત થતા બચી ગયો હતો તેમજ ડોકટરો અને સ્ટાફોએ હાશકારો લીધો હતો.
દાહોદ શહેરનાં સિવિલ હોસ્પીટલ ખાતે રવિવાર નાં રોજ સવાર નાં 11 વાગ્યા નાં અરસામાં ઓપરેશન થીયેટરમાંથી એકાએક આગના ધુમાડા બહાર નિકળવા માંડ્યા હતા. જેથી ફરજ પરનો સ્ટાફ અને દવાખાને આવેલા દર્દીઓના સંબધીઓએ આગ લાગ્યાની બુમાબુમ કરી મુકતા દોડધામ મચી હતી. દવાખાનાના ઉપસ્થિત લોકોએ ફાયરબ્રીગેડને જાણ કરી હતી. સિવિલ દવાખાનાના 50 પથારીવોર્ડમાં આવેલા ઓપરેશન થિયેટરમાં એ.સી. મશીનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી અને બે કાબુ બને તે પહેલા દાહોદ નગર સેવા સદન થી ફાયરવિભાગ નાં કર્મચારીઓ ની ટીમ આવી પહોચી હતી. ફાયરના કર્મચારીએ ચીવટતા પૂર્વક પાણીનો મારો કરીને આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ઓપરેશન થિયેટરના ઉપલબ્ધ વધુ સામાનોને નુકશાન થયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ નથી. તેમજ દવાખાના સ્ટાફ દ્વારા નુકશાનીનો તાગ મેળવવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.