Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ સીનીયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ તરફ આવેલ રેલ્વે ક્રોસિંગ ઉપર રૂપિયા 43 કરોડ...

દાહોદ સીનીયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ તરફ આવેલ રેલ્વે ક્રોસિંગ ઉપર રૂપિયા 43 કરોડ ના ખર્ચે તૈયાર થનાર ફ્લાય ઓવર બ્રિજ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

દાહોદ સાંસદ દ્વારા થયું નવીન રેલ્વે ઓવર બ્રિજનુ ખાતમુહૂર્ત

દાહોદ શહેર થી ઝાલોદ તરફ જતા 3 લેવલ ક્રોસિંગ હતા જેમાં એકમાં વારસો પહેલા ફ્લાય ઓવર બનેલો છે બીજામાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગોદી રોડને જોડતો અંડર બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ સીનીયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ તરફ થી કોલેજ થઈ ઝાલોદ રોડને જોડતા માર્ગ ઉપર લેવલ ક્રોસિંગ 44 છે જ્યાં હજી પણ ફાટક છે અને જેના કારણે પરેલવાળા રસ્તે થઈ અને કોલેજ, કોર્ટ, જિલ્લા સેવા સદન કે ઝાલોદ જવાનું થાય તો આ લેવલ ક્રોસિંગ ઉપર પશ્ચિમ રેલ્વેના બીઝી રૂટના કારણે લોકોને આવવા જવામાં લાંબા સમય સુધી ફાટક ના કારણે રાહ જોવી પડતી હોય છે અને આ પડતી પારાવાર મુશ્કેલીનો રજૂઆત લોકો દ્વારા સાંસદ જસવંતસિંહ ભાભોરને કરતા તેઓએ રેલ્વેમંત્રી સાથે રજૂઆત કરી ચર્ચા કરતા આ બાબતે લેવલ ક્રોસિંગ 44 ઉપર ફ્લાય ઓવર બનાવવાની મંજુરી રેલ્વે દ્વારા આપતા આજે તા.૦૧/૦૩/૨૦૨૩ ને બુધવારના રોજ આ ક્રોસિંગ ના કારણે દાહોદના લોકોને પરેલ થી કોલેજ, કોર્ટ અને જિલ્લા સેવા સદન જવાના માટે વરસોથી નડતા ફાટકની સમસ્યાનો આવશે અંત. અને આજે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમાં અને સાથે સાથે રેલ્વેના અધિકારીઓ, ભાજપના આગેવાનો તેમજ કર્મચારીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરતા દાહોદના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દાહોદ પ્રત્યની લાગણી છે અને જિલ્લાને પોતીકું માને છે જેના કારણે 30 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની અમૂલ્ય ભેટ દાહોદના આપી છે અને એટલે જ આપણે બધા એમનો દિલથી આભાર માણીયે છીએ અને આ ખાતમુહૂર્ત થયા પછી આવતી કાલથી આ રસ્તો આશરે એક વર્ષ સુધી બંધ થઈ જશે. કારણકે કામ શરૂ થઈ જવાનું છે જેથી લોકો અને પત્રકાર મિત્રોને વિનંતી છે કે આપણે સહકાર આપીએ. જ્યારે DRM રજનીશ કુમાર એ જણાવ્યું હતું દાહોદ જિલ્લામાં હવે એક પણ ફાટક રહ્યું નથી અને દરેક લેવલ ક્રોસિંગ ઉપર બ્રીજના કામો શરૂ થઈ ચૂક્યા છે અને તે સમયસર પૂર્ણ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments