દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગોધરા રોડ ઉપર આવેલ સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં તા. ૨૧ અને ૨૨ ડિસેમ્બર 2019 – 20 ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓ દ્વારા રમત-ગમતના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ તથા એજ્યુકેશનલ સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેન્ટ સ્ટીફેન્સ સ્કુલના પ્રિન્સીપાલ ફાધર પોલરાજ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ફનફેરનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી આમો કરીએ છીએ જેનો મૂળ તાત્પર્ય બાળકોને રૂપિયા કેવી રીતે કમાવા તેનું મહત્વ સમજાવવુ. જે બાળકો અજાણ્યા વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તથા બાળકોને ઈમાનદારીથી વેપાર કેવી રીતે કરવો તેનું પણ જ્ઞાન મળે. જે બાળકો અભ્યાસમાં નબળા હોય છે પરંતુ આવી કોઈ પ્રવૃત્તિમાં આગળ પડતા હોય તેવા બાળકોને એક નવી દ્રષ્ટિ મળે તે હેતુસર આ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.