દાહોદ ખાતે આજે SSCની વિજ્ઞાન ની પરીક્ષામાં ઓપન વિદ્યાર્થીઓ ની પરીક્ષા દાહોદ ની આર.એલ.એન્ડ પંડ્યા હાઈસ્કુલ માં યોજાઈ રહી હતી ત્યારે વર્ગના સુપરવાઇસર શિરીષભાઈ દ્વારા રીસીપ્ટ ચેક કરતા ડામોર શંકર મલસિંહ ના ફોટા માં છેડછાડ હોવાનું જાણતા તેઓએ બેઠલ વિદ્યાર્થી વધુ વિગતો પૂછતા તે ઘભરાઈ ગયો પોતે પોતાના પિતા શંકર ડામોર ની જગ્યાએ પ્રકાશ શંકર ડામોર હતું. અને તે વિશ્લંગા સ્કૂલનો હોવાનું હતું.
જયારે અન્ય બીજા વર્ગ માં વસવાબેન દ્વારા રીસીપ્ટ ચેકિંગ દરમિયાન ચારેલ વિનોદ કસુભાઈ ની જગ્યાએ તેમના સબંધી ઈલેશ બાબુભાઈ ચારેલ પરીક્ષા આપવા બેઠો હતો. સરુઆત માં વાસવાબેન ને શંકા વિગતો પૂછવાનું શરુ કર્યું હતું અને ખોટી જનમ તારીખ અને વિગતો આપવા મળ્યો હતો પાચલ તલ્લા કરતા તેને બિલ્ડીંગ સુપરવાઇસર ને સોપી દીધો હતો.
આ બિલ્ડીંગ કંડકટર પાસે બંને ડામી પરીક્ષા આપવા બેઠેલ વિદ્યાર્થીઓ ને લઇ જવાય હતા. અને આચાર્ય તેમજ બિલ્ડીંગ કંડકટરએ ભેગા મળી આ બંને ડામી ઉમેદવારો ને પોતાની ઉત્તરવહી સાથે લઈ અને બે શિક્ષકો અને બિલ્ડીંગ કંડકટર દાહોદ પોલીસ આ આપી અને ડામી વિદ્યાર્થિયો ના વિરુધ નોંધાવી અને આગળ ની તપાસ કરવા માટે પોલીસ ને ભલામણ કરી હતી.
જયારે બીજી બાજુ એ મુદ્દો શંકા ઉત્પન કરે છે કે જો આજે આ બંને જાગૃત શિક્ષક હતા તો આ બંને વિદ્યાર્થિયો પકડાયા હતા. પરંતુ જયારે પેહલું પેપર ગુજરાતીનું આપ્યું તો આ બંને ડમી કેમ ના પકડાયા શું તે દિવસે તેમના વર્ગ શિક્ષકોએ તેમની ચેકિંગ નહોતી કરી ? શું તેઓને આ રીસીપ્ટ સાચીજ લાગી હતી ? અને નહોતી તો તેઓએ કોઈ એકસન કેમ ના લીધી ? અને હતી તો આ શિક્ષકોએ આવા ડામી વિદ્યાર્થીઓ ને કેમ નાં પકડ્યા ? આવા અનેક પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યા છે. શું આ બનાવની નિષ્પક્ષ તપાસ થશે ખરી ?