દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ગુલાબભાઈ બચુભાઈ બારિયા ની પાંચ ફાઈલો ની તાંત્રિક મંજુરી માટે રૂપિયા ત્રણ હઝાર ની લીમખેડા નાની સિંચાઈ વિભાગ ના નાયબ કાર્યપાલકે માંગણી કરતા આ બાબતે બચુભાઈ બારિયા જેઓ ધાનપુર તાલુકાના લાખનાગોજીયાના નિવાસી છે તેમને દાહોદના ACB PI R.R.AHIR નો સંપર્ક કરતા તેઓએ ટ્રેપ ગોઠવી દીધી હતી અને તે રજુઅતો પ્રમાણે આજે સવારે 11.30 કલ્લાકે નાની સિંચાઈ ટ્રાયબલ પેટા વિભાગ ની ઓફીસમાંજ રૂ,3000/-ની લાંચ લેતા વાલચંદ સામસંગ રાઠોડ અધિક મદદનીશ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ ટ્રાયબલ પેટા વિભાગ લીમખેડાના વર્ગ ત્રણના કર્મચારી રંગે હાથે ઝડપાઈ ગયા હતા.
આ ટ્રેપથી લીમખેડા તાલુકાના અધિકારીયો તેમજ કર્મચારિયોમાં ફફડાટ ફેલાઈ હતો.