દાહોદ જિલ્લામાં પીએમ કુસુમ યોજનાનો વ્યાપ વધારવા ખેડૂતો માટે માર્ગદર્શન આપતો યોજાયો.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના એપીએમસી સભાખંડ ખાતે બુધવારના રોજ એમ.જી.વી.સી.એલ દ્વારા પીએમ કુસુમ યોજનાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એપીએમસી હોલ ખાતે ૨૦૦ જેટલા ખેડૂતો હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા ખેડૂતો માટે પીએમ કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો લાભ ગ્રાહકોને આપવા માટે શરૂ કરવામાં આવી છે આ શિબિરમાં વીજ કંપનીના અધિકારીઓએ ખેડૂતોને આ યોજનાનો લાભ વિશે જણાવ્યું હતું કે આ યોજનાથી ખેડૂતોને દિવસે સૌર ઊર્જા ના માધ્યમથી સિંચાઈ માટે વીજળી નો લાભ મળી શકશે અને જેટલો ઉપયોગ થશે અને બચેલી વીજળી વીજકંપનીને વેચાણ કરવાથી એક યુનિટ ૨.૮૩ પૈસા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ શિબિરમાં ૨૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો આ પ્રસંગે દાહોદ એમજીવીસીએલ કોર્પોરેટ બરોડાના અધિક્ષક ઈજનેર એસ.એલ. વર્મા, ગોધરાના અધિક્ષક ઈજનેર એન.એ. શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આઈ. નાયક તેમજ દાહોદના નાયબ ઇજનેરોએ આ પી.એમ. કુસુમ યોજના માર્ગદર્શન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને દાહોદના ખેડૂતોને જરુરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું