

- વેરા સમાધાન યોજના હેઠળ અરજી કરવાની અંતિમ તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની A.P.M.C. ખાતે વેરા સમાધાન યોજના ૨૦૧૯ અન્વયે બાકી વસૂલાત માટે લાભ લેવા સેમીનાર યોજવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાની રાજય વેરા કચેરી – ઘટક ૪૭ દ્વારા આ સેમીનાર A.P.M.C. માર્કેટ યાર્ડ દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો અને ઉપસ્થિત વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમીનારમાં વેપારીઓને વેરા સમાધાન યોજના – ૨૦૧૯ વિશે વિગતવાર માહિતી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વેરા સમાધાન યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે. વેરા સમાધાન યોજના હેઠળ અરજી કરવાની મૃદ્દત તા.૧૦/૦૧/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. બાકી માંગણા સામે અગાઉ ભરવામાં આવેલી રકમ પૂરેપૂરી મજરે આપવામાં આવશે.