ભારત નું આત્મનિર્ભર બનવું જરૂરી, બજેટ દેશને આધુનિક બનાવશે – નરેન્દ્ર મોદી
ભારતીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમન દ્વારા બજેટ રજૂ કરતાં આ 2022-23ના જન કલ્યાણકારી બજેટને સમગ્ર ભારતમાં સારો પ્રતિસાદ સાંપડયો હતો. આની ખાસ બાબત એ હતી કે બજેટમાં દરેક તબકાના લોકોની આશાઓને આવરી લેવામાં આવી છે અને આ જનકલ્યાણકારી બજેટનું મૂલ્યાંકન અને તેની ખાસિયતો નું આજે દેશના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને સમગ્ર ભારતની સાથે દાહોદમાં પણ APMC ટાઉન હોલમાં ભાજપ ના કાર્યકર્તાઓ હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. આ અંગે ની માહિતી ગ્રહણ કરી હતી. અને આમ આ વખતના બજેટ થી લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.