દાહોદ ARTO કચેરી ખાતે સલામતી માસ ની ઉજવણી કરવામાં આવી જેમાં તા:૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી જિલ્લા માર્ગ સલામતી સમિતિના સંકલનમાં રહી દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર ની કચેરી દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ કચેરીઓમાં જાહેર જગ્યાઓમાં રસ્તાઓ પર માર્ગ સલામતી સંબંધી જનજાગૃતિ તેમજ રોડ ચેકિંગ જેવા વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરશે. આ સંદર્ભે તા:૦૩/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ARTO કચેરી દાહોદ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિ ના અધ્યક્ષ કલેક્ટર યોગેશ નીરગુડેની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી મંચસ્થ મહેમાનોનું સ્વાગત કર્યા બાદ માર્ગ સલામતી માસ ૨૦૨૫ નો બહોળો પ્રચાર પ્રસાર કરવા નમ્ર અપીલ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં 150 ઉપરાંત ફેટલ કેસો નોંધાયા છે જે ઝીરો ફેટલ થાય તેવું આપણે કામ કરી અને જનતાને ટ્રાફિક રુલ્સ તેમજ સેફ્ટીનું માર્ગદર્શન આપી આ કાર્ય કરી શકીએ છીએ જેમાં જનતા તથા પોલીસ બંને ભેગા મળીને કરીશું તો માર્ગ અકસ્માતનો ઘટાડો થઈ શકે છે.
જ્યારે દાહોદ ARTO સી.ડી. પટેલએ જણાવ્યું કે માર્ગ અકસ્માતના સૌથી વધુ કેશો રૂલરમાં જોવા મળે છે. જેને આપણે પ્રથમ પ્રધાન્ય આપવું જોઈએ. જેને કારણે ગામડામાં રહેતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ તથા સેફટીની જાણકારી પૂરી પાડવા માટે જે કંઈ પણ પગલાં લેવા પડે અથવા તો ગામેગામ આવા કાર્યક્રમો કરી નાગરિકો ને અવગત કરાવી દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ તથા ચાર પહીયા વહાન ના ચાલકે સીટ બેલ્ટ અવશ્ય લગાવો જોઈએ તેવા નિયમોને કડક પણે અમલ કરી અને કરાવી દાહોદ જિલ્લાને ઝીરો ફેટલ ઝોન બનાવવા અરજ કરી છે ત્યારબાદ ARTO દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીને લીલી જંડી આપી દાહોદ શહેરના રાજમાર્ગો પર ફરશે જેમાં પોલીસ જવાનો દ્વારા ડેંગ્લરો ના માધ્યમ થી સંદેશ પહોંચે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ રેલી પરત RTO ઓફિસ પહોંચી હતી.
આ માર્ગ સલામતી સપ્તાહમાં દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, ARTO સી.ડી. પટેલ, Dy.S.P. ટ્રાફિક રાઠોડ, RTO સ્ટાફ ટ્રાફિક, મેડિકલ ઓફિસર, ટ્રાફિક પોલીસ જવાનો તથા T.R.B. ના જવાનો તેમજ જનતા ઉપસ્થિત રહી હતી .