Saturday, February 1, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા દ્વારા લોકોને 72 કલાક પોતાના ઘરમાં જ રહેવાની...

દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા દ્વારા લોકોને 72 કલાક પોતાના ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ખાતે સંપૂર્ણ લોકડાઉનનું કડક પણે અમલ કરાવતી શહેર પોલીસ લોકડાઉન દરમિયાન દાહોદ પોલીસ દ્વારા બે દિવસમા દાહોદ શહેરની ગલીએ ગલીએ ડ્રોન કેમેરાની મદદથી શેરીઓમાં તથા મહોલ્લાઓમાં ક્રિકેટ રમતા તથા ટોળે ટોળે વળેલા લોકોને ડ્રોન દ્વારા કેપ્ચર કરી બે દિવસમાં 42 ઇસમોને અટકાયત કરી છે. દાહોદ Dy.S.P. ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ દાહોદ શહેરની જનતાને 72 કલાક સુધી સંપૂર્ણપણે પોતાના ઘરમાં લોકડાઉન રહેવા માટે વિનંતી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે આ 72 કલાક દરમિયાન આપ આપના ઘરમાં સુરક્ષિત રહો એવું જ અમો ઇચ્છિયે છીએ.

દાહોદ શહેરમાં લોકડાઉનનું કડક પણે અમલ કરાવતી શહેર પોલીસ. કામ વગર ફરતા લોકો સામે શહેર પોલીસની લાલ આંખ. અત્યાર સુધીમાં કુલ 120 મોટરસાયકલો કબજે કરતી શહેર પોલીસ. અનેક ચેતવણીઓ બાદ પણ કેટલાક લોકો રસ્તાઓ પર ફરવા નીકળતા શહેર પોલીસ બની સખ્ત. આવનાર સમયમાં પણ જો શહેરના લોકો લોકડાઉનનું અમલી કરણ નહીં કરે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments