દાહોદ જિલ્લામાં I.T.I. ખાતે PM વિશ્વકર્મા યોજના દ્વારા તાલીમ યોજાવામાં આવી. તા.૧૯/૦૧/૨૦૨૪ ને શુક્રવારના રોજ કડીયા કામ સુધારી કામ દરજી કામનું ઉદ્ઘાટન બીજેપી દાહોદ જિલ્લા ના પ્રમુખ શંકરભાઈ આમલિયારની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લામાં મહિલા I.T.I. ખાતે પી એમ વિશ્વકર્મા યોજના હેઠળ નાઇ, હૈર ડ્રેસરની તાલીમ તા.૧૫/૦૧/૨૦૨૪ થી ૨૦/૦૧/૨૦૨૪ સુધી યોજાવામાં આવેલ છે. હાલ દાહોદ જિલ્લાના ૨૩ લાભાર્થીયો તાલીમ લઈ રહ્યા છે. જેમાં તાલીમ અંગેની એડવાન્સ પદ્ધતિયોની તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારબાદ અન્ય તાલીમ વર્ગ જેમકે ટેલર, સુથારી કામ, મેસન, વગેરે ચાલુ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન બીજેપી દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયારના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બીજેપીના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, બજારમાં લીડ બેંક ના મેનેજર સાગર મિશ્રા, આચાર્ય દીપક મકવાણા તેમજ તાલીમાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં દાહોદ 2. ખાતે માનનીય પ્રધાનમંત્રીની વિશ્વકર્મા યોજના ની ૩.૦૦ મિનિટની વિડિયો બતાવવામાં આવી હતી.
આ તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ વિતરણ થનાર છે, સાથે સાથે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય લાભ પણ આપવામાં આવશે .. સદર યોજના ના લાભ થકી લાભાર્થીઓના વ્યાવસાયિક વિકાસમાં ચોક્કસ લાભ થશે.