દાહોદ L.C.B.ને મળેલી સફળતા હાઈવે પર પંચર કરી રોબરી અને લૂંટ કરતી ગેંગના મુખ્ય સૂત્રધારો ને ઝડપી પડતા દાહોદ તથા આજુ બાજુના શહેરોમાં અને જિલ્લામાં લોકે રાહત નો લીધો દમ દાહોદ જિલ્લા પોલીસવડાએ પોલીસ મહાનિર્દેશકની સૂચના થઈ ઘડ્યો હતો એક્શન પ્લાન.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ શહેર ખાતે L.C.B. તા.૦૮/૦૩/૨૦૧૯ ના રોજ હાઈવે રોબરી પંચર ગેંગની વોચ રાખી તેઓએ આ ગેંગને ઝડપી પાડી હતી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર (૧) દિપસિંહ સોમલાભાઈ બામણીયા (૨) મુકેશભાઈ જાલુભાઈ બમણિયા, (૩) અલ્કેશભાઈ લલ્લુભાઇ બમણિયા આ તમામ રહેવાસી માંતવા ગાળીયા ફળિયું. આ ગેંગના કુલ ચાર સભ્યો હોય સાંજના સમયે માત્રા ગામેથી ચાલતા ચાલતા જંગલના રસ્તે થઈ રાત્રિના સમયે કંબોઈ હાઇવે પર આવેલ ગરનાળામાં સંતાઈ જતા અને રેલ્વે ટ્રેક તરફ જઇ રેલ્વે ટ્રેક પર ના પથ્થરો લઈ કાળીમાટીમાં પાણી ઉમેરી અણીવાળા પથ્થર માટી માં મુકી તૈયાર કરી મોડી રાતનાં ઝાડીઓમાં સંતાઈ જઇ હાઇવે રોડ પર પથ્થરો પાથરી એકલ દોકલ આવતા વહાનોને પંચર પાડી વાહન ચાલક ટાયર બદલે તે દરમ્યાન ઝાડીમાંથી નીકળી લાકડી ધોકા વડે હુમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ડરાવી ધમકાવી સોનાના દાગીના તેમજ સરસામાનની લૂંટ કરી રેલ્વે ટ્રેક તરફ નાસી જતા.
મુખ્ય સૂત્રધાર દિપસિંહ સોમલા ભાઈ બામણીયા જે નાનો હતો ત્યારે આ ગેંગના સાગરીતો સાથે ભેગા મળી અગાઉ દેવગઢ બારીયાના ડાંગરિયા ગામે સાંજના સમયે વાહન ચાલકને રોકી માર મારી લૂંટ કરેલ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન લૂંટના બે ગુનામાં વોન્ટેડ હોવાનું જણાઇ આવેલ તેમજ ગોધરા ખાતે સને 2007ની સાલમાં લૂંટ સાથે મર્ડરના ગુનામાં સંડોવાયેલ હોય જે વોન્ટેડ હોવાનું જણાવેલ છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર દીપસિંગ ઉર્ફે દિપો સોમાભાઈ બામણીયા અગાઉ ખેડા જિલ્લાના ઠાસરા પોલીસ સ્ટેશનમાં લૂંટધાડના ગુનાહમાં પકડાઇ ચૂકેલ છે અને જામીન પર છૂટ્યા બાદ ફરીથી આ ગેંગમાં સામેલ થઈ લૂંટના ગુનાઓમાં સામેલ થઈ અંજામ આપતો આ માતવા પંચર ગેંગની વધુ પૂછપરછમાં જિલ્લા બહારના હાઈવે લુંટના ગુનાઓને અંજામ પામે તેવી શક્યતાઓ જણાઇ આવેલ છે હાલમાં L.C.B.ની ટીમે આ ગેંગની ઘનિષ્ટ પૂછપરછ હાથ ધરેલ છે અને આ ગેંગમાં સંડોવાયેલ પકડવાના બાકી સાગરતોને ઝડપી પાડવા કાર્યરત કારેલ છે.
દાહોદ એલ.સી.બી. ની આ કામગીરીથી દાહોદ તથા આસપાસ ની જિલ્લાઓની જનતા હવે હાશકારો લીધો છે અને જે લૂંટનો ભય હાઈવે પર લાગતો હતો એ ભય હવે ઓછો થશે.