Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદછોટાઉદેપુર જિલ્લાના કવાંટ પો.સ્ટે.ના લૂંટના ગુનાનો પોલીસ જાપ્તામાંથી ફરાર નાસતા ફરતા આરોપીને...

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પો.સ્ટે.ના લૂંટના ગુનાનો પોલીસ જાપ્તામાંથી ફરાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં દાહોદ LCBને મળેલ સફળતા

 

 

 

દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કાનન દેસાઈની સુચના અને માર્ગદર્શન હેઠળ LCB PSI પી.બી.જાદવનાઓએ જિલ્લામાં લૂંટ, ધાડ, ઘરફોડ, ચોરીના ના.ફ. આરોપીઓને ઝડપી પાડવા સારું ખાસ ઝુંબેશ હાથ ધરી

જે અનુસંધાને આજ રોજ તા.૧૪/૧૦/૨૦૧૮ રવીવારેે LCB PSI પી.બી.જાદવ, LCB સ્ટાફ અને SRP ના જવાનોને સાથે રાખી નાસતા ફરતા આરોપીઓની વ્યૂહાત્મક વોચ ગોઠવેલ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર સુગમચંદની બાતમીને આધારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં.૫૪/૧૭ ઇ.પી.કો કલમ ૩૯૨ મુજબના ગુનાનો છેલ્લા એક વર્ષથી પોલીસ જાપ્તામાંથી ના.ફ. આરોપી મીલીમ કંચનભાઈ રાઠવા રહે.બુઝર, તા.કવાંટ, જી.છોટાઉદેપુર નાનો ગરબાડા ચોકડી ઉપર આવનાર હોવાની માહિતીના આધારે ઝડપી પાડી આરોપીની ઘનિષ્ઠ પૂછપરછમાં જિલ્લાની અન્ય ચોરી, લૂંટનો ભેદ ખુલવા પામે તેવી શક્યતા જણાઇ આવેલ છે.

પકડાયેલ આ આરોપી સને 2015ની સાલમાં કવાંટ પોલીસ સ્ટેશનમાં કુલ ૪ ઘરફોડ, ચોરી, લૂંટના ગુનામાં પકડાઇ ચૂકેલ છે. તેમજ સને 2017 ની સાલમાં વડોદરા SSG હોસ્પિટલમાં કવાંટ પોલીસ જપ્તામાંથી નજર ચૂકવી ફરાર થઈ ગયેલ છે. જેને આજ રોજ દાહોદ LCBને પકડવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments